SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮. વટેશ્વરતીર્થ બિન્દુ તીર્થથી લગભગ અર્ધા યોજન દૂર પશ્ચિમમાં સરસ્વતીને કિનારે સ્વયંભૂ શિવલિંગ વટેશ્વર મહાદેવનું અત્યંત પ્રાચીન સ્થાન આવેલું છે. જૂના સમયમાં આ સ્થાનની નજીકમાં દધિચિ મુનિનો આશ્રમ આવેલ હતો. આ સ્થાનમાં હાલ એક નાનકડું ગામ દેહસ્થલી (દથળી) નામે વસેલું છે. અહીં ચામુંડાનું પ્રાચીન સ્થાન છે. પુરાણ પ્રસિદ્ધ આ સ્થાન છે. મહાભારતમાં ઉલ્લેખ છે કે પાંડવોએ ગુપ્તવાસ દરમ્યાન આ વટેશ્વર તીર્થમાં મૂકામ કરેલો છે. વેદનિપુણ મહર્ષિ વ્યાસ અહીં પણ રહેલા છે. પાંડવોએ અહીં વેદવ્યાસનું પુજન અભિવાદન કરી સત્સંગ કરેલો છે. યુધિષ્ઠિરે વેદવ્યાસ સાથેના સત્સંગમાં મોક્ષ ધર્મ અંગે વેદવ્યાસ પાસેથી માર્ગદર્શન આ ભૂમિ પર મેળવેલું છે એવો ઉલ્લેખ મળે છે. વેદવ્યાસે યુધિષ્ઠિરના પ્રશ્નોના ઉત્તરમાં જણાવ્યું છે કે ““તમામ પદાર્થોમાં નિર્જીવથી સજીવ શ્રેષ્ઠ છે. સજીવ સૃષ્ટિમાં પ્રાણી શ્રેષ્ઠ ગણાય છે. પ્રાણિઓમાં પાદવિહીન શ્રેષ્ઠ છે. તેમાં પણ અનેક પાદવાળા શ્રેષ્ઠ છે. અનેક પાદ પ્રાણિઓમાં ચારપગવાળાં શ્રેષ્ઠ છે. ચાર પગવાળાં પ્રાણિઓમાં બે પગવાળા શ્રેષ્ઠ છે. તેમાં પણ માનવ શ્રેષ્ઠ છે. માનવમાં પણ બ્રાહ્મણપણું પ્રાપ્ત શ્રેષ્ઠ છે. બ્રાહ્મણમાં પણ વેદવિદ્યા જાણનાર શ્રેષ્ઠ છે. વેદવિદ્યા જાણનારાઓમાં પણ તેના અર્થને જાણનાર શ્રેષ્ઠ છે. અર્થજ્ઞાતાઓમાં પણ બ્રહ્મદ્રષ્ટા શ્રેષ્ઠ છે. અનુમૂત આત્મજ્ઞાનના સાક્ષાત્કારથી નિર્વાણ પદનો અધિકાર પ્રાપ્ત કરનારાથી આ સંસારમાં અન્ય કોઈ શ્રેષ્ઠ નથી. આ બધામાં ઉપસ્થિત શંકાનું સમાધાન કરવામાં પ્રવીણ શ્રેષ્ઠ ગણાય છે. આ સમસ્ત પૃથ્વી પર તેના સમકક્ષ કોઈ નથી. આ સંસારનું એક ચિત્ર છે. અહીં એક વિશાળ જળકુંડ છે. પ્રાચીન પુરાણ પ્રસિદ્ધ આ સ્થાનમાં કચ્છ તપનું સવિશેષ માહાભ્ય છે. મહાશિવરાત્રીના પર્વ અહીં મોટો મેળો ભરાય છે. તે દિવસે અહીં માનવ કિડીયારું ઉભરાય છે. બ્રહ્મચિંતન માટે સરસ્વતીના કિનારે આવેલું શ્રેષ્ઠ નિર્જન પણ મનોહર સ્થાન છે. હાઈવે-8 થી ઉતરી પશ્ચિમે જવા કાચી સડક આવેલી છે. ૩૯. ચન્દ્રતીર્થ વટેશ્વરથી લગભગ એક કોસ દૂર સરસ્વતીના તીરે આ તીર્થ આવેલું છે. એક ઐતિહાસિક પ્રાચીન ઘટનાનુસાર દક્ષના શ્રાપથી ચન્દ્રને ક્ષય રોગ લાગુ પડ્યો હતો. આ શાપથી ગભરાઈ ચન્દ્ર શિવની ઉપાસના માટે તપ પ્રારંભ કર્યું હતું. સરસ્વતીના આ તટ પર શિવની ઉપાસના માટે ચન્ટે કરેલા કઠોર તપથી પ્રસન્ન શિવે ક્ષય રોગથી ૩૯
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy