SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ચન્દ્રના રક્ષણ માટે શુક્લ પક્ષમાં તેની વૃદ્ધિનું વરદાન આપ્યું હતું. શુક્લ પક્ષમાં થતી વૃદ્ધિના કારણે ચન્દ્ર અક્ષય રહી શાપમુક્ત બન્યો છે. ચન્દ્રની કામગીરી પૃથ્વી પરની વૃક્ષ-વનસ્પતિ સૃષ્ટિ અને જીવસૃષ્ટિને પોતાના કિરણોથી અમૃતતત્ત્વ પ્રદાન કરી સજીવનતામાં વૃદ્ધિ કરવાની હોઈ મહાદેવજીએ તેને આ વરદાન આપ્યું હતું. ચન્દ્ર જલ પર પણ પોતાની શક્તિઓ વરસાવે છે. સમુદ્રની ભરતી-ઓટનું કામ ચન્દ્રની કલા પર આધારિત છે. શાસ્ત્રોમાં બતાવેલ બ્રાહ્મમુહૂર્તના સમયે પૃથ્વી પર જે અમૃતવર્ષા થતી હોય છે તેનો લાભ તે સમયે જાગૃત થઈ વાતાવરણમાં સમરસ થવાથી મળે છે. બંધ-બારણાવાળા હવામાનમાં ગોંધાઈ પથારીમાં ગોદડા નીચે સૂનાર આ વાતાવરણનો લાભ મેળવી શકતો નથી. આ સમયનું એક નામ અમૃતવેળા પણ કહે છે. ખુલ્લા અને મુક્ત વાતાવરણનો લાભ લેનાર અમૃતવેળાનો ઉપાસક ગણાય છે. સૂર્યોદયથી વાતાવરણનું આ તત્ત્વ નાશ પામે છે. નવા વાતાવરણનો પ્રારંભ થાય છે. ચન્દ્ર અહીં એક શિવલિંગની સ્થાપના પણ કરેલી છે. સરસ્વતીના જળમાં સ્નાન અને આ શિવલીંગના પુજન અર્ચનથી ક્ષય જેવા રોગ પણ દૂર થઈ શકે છે એવો પુરાણ મત પ્રસિદ્ધ છે. શ્રદ્ધા-ભક્તિપૂર્વક શ્રાદ્ધ કર્મ અને પિતૃ તર્પણ અહીં થાય છે. ચન્દ્રને સમર્પિત કરવાના ઉદ્દેશ્યથી વિવિધ દાન આપવાથી ભગવાન શિવની પણ પ્રસન્નતા વધે છે એવું માહાસ્ય છે. શિવના મસ્તક પર જ ચન્દ્ર બિરાજમાન છે. ૪૦. મુંડીશ્વર તીર્થ આ તીર્થક્ષેત્ર મુંડી નામના એક સુપ્રસિદ્ધ મુનિના નામે ઓળખાય છે. સરસ્વતી અને આમર્દકી નદીના સંગમ સ્થાને આ મુનિનો આશ્રમ આવેલો હતો. પ્રાચીન સમયમાં આ વનવિસ્તારમાં પ્રાંથિક નામે એક પારધી રહેતો હતો. શિકારની શોધમાં દરરોજ જંગલમાં રખડતો ફરતો હતો. અનેક પ્રાણીઓની હત્યાઓ તેણે કરેલી હતી. એક દિવસ સરસ્વતી અને આખર્દકી નદીના સંગમ સ્થાને શિકારની શોધમાં રખડતા આ પારધીને કોઈ હિંઝ પશુએ મારી નાંખ્યો. આ હિંન્ને પશુએ તેના લોહી-માંસને આરોગી વિદાય લીધી. માંસ ભુખ્યા નાના પશુપક્ષીઓએ બાકીના કલેવરમાંથી મિજબાનીનો લાભ ઉઠાવી તેને ફેંદી નાંખ્યું. વેરણછેરણ અસ્થિઓ પડ્યાં રહ્યા. એક દિવસ મુંડિએ એક ખોપરી જોઈ. શૌચ માટે જલ ભરવાના આશયથી મુંડિ ખોપરીને આશ્રમમાં લઈ ગયો. મુંડિ રાતના સમયે આ ખોપરીમાં સંગમનું જળ ભરી રાખતો. ઉપયોગમાં લેતો. દિવસે તો આ ખોપરી આમ તેમ રખડતી પડી રહેતી. એક સમયે એક દરિદ્ર બ્રાહ્મણ ધનની શોધમાં ફરતો ફરતો. આ જંગલમાં આવી ચડ્યો. આકાશમાં સૂર્ય અસ્તાચલ તરફ ઢળી રહ્યો હતા અને રાત્રીના ૪૦.
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy