SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્ત્રની મર્યાદામાં રહીને ભોગવવાનું મન બનાવવું પડશે. અપ્રાપ્ય વસ્તુ કે ભોગોની લાલસા ન કેળવવી એજ મનની સાચી કેળવણી છે. બ્રહ્મચિંતનના સારરૂપ વેદાન્તના વિચારોથી જ મનને ભર્યું-ભર્યું રાખવું જોઈશે.' પરિણામે જેમ પ્રકાશના ઉદયથી અંધકાર આપોઆપ હટી જાય છે તેમ જીવ અને બહ્મવિદ્યાનો સંબંધ જોડાતાં માયા અને વાસનાના આવરણો છેદાઈ જશે. કામક્રોધ-લોભ-મોહ-મદ અને મત્સર જેવા ષડરિપુઓ મમત્વ અને વાસનાના વિકારોમાંથી ઉત્પન્ન થતા શત્રુઓ છે. વિશુદ્ધ બ્રહ્મજ્ઞાનના સંસ્કારથી દેવહૂતિનું મન નિર્મલ જલ જેવું બન્યું. શુદ્ધ જ્ઞાનના આવરણથી વિષયોમાં મનની રખડપટ્ટી બંધ થઈ ગઈ. મનમાં ફૂટેલા જ્ઞાનના આ નવીન ફણગાઓએ દેવહૂતિના અંત:કરણમાં આનંદનું એક ઝરણું વહાવી દીધું. જ્ઞાનથી પ્રાપ્ત પ્રસન્નતાના મહાસાગરના જળમાં દેવહૂતિ સદેહ તરબોળ બની ગઈ. તેની આંખમાંથી જ્ઞાનના જળના જે આસુ છલકાયાં તે ભૂમિ પર ટપકીને તેમાંથી જ્ઞાનવાપી બની. જ્ઞાનવાપીના જળનું અમૃત પ્રદાન કરી દેવહૂતિનો દેહ જ્ઞાનગંગામાં વિલીન થઈ ગયો. તેની સખિ અલ્પા જે તેના સુખ-દુ:ખમાં સદૈવ સાથે રહેતી તે પણ જ્ઞાનના ઝરણાના અમૃતપાનથી જલસ્વરૂપ. નિર્મળ બની દેવહૂતિના બગલમાં બેસી ગઈ. જે અલ્પા સરોવર તરીકે વિખ્યાત છે. આ સરોવર બસો ફૂટ લાંબુ અને એકસોફુટ પહોળું છે. દેવહૂતિના દેહ વિલય બાદ માતાનો વિધિવત ઉદ્ધાર કરી કપિલ આત્મદર્શન માટે ચાલી નીકળ્યા. ગયાગદાધર વિષ્ણુ કપિલ મહામુનિ - 1 12 -
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy