SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ નારદજી પાસેથી પૂર્વજન્મની આ ઘટના સાંભળી વિભાવસુ વિચારમાં ડૂબી ગયો. તેણે આ મનુષ્ય જન્મમાં માઘવની સેવા-પૂજા કયા પ્રકારે કરવી તેનો મહિમા પુક્યો. નારદે કહ્યું કે જે પ્રકારનો મનુષ્ય દેહ મળેલો છે તેમાં બ્રાહ્મમુહર્તમાં ઉઠવું. પરોઢિયે ઊઠી ભૂ શુદ્ધિ અને પ્રાત:વિધી પતાવી તારા-સ્નાન કરવું. તારા સ્નાન પૂણ્ય કર્મોને વધારનારું છે. સ્નાન બાદ સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ સૂર્યનારાયણને અર્ધ્વ પ્રદાન કરવા. અર્થમાં શુદ્ધ જલ-કરેણ કે જાઈનું પુષ્પ-અને રાતાચંદનનું ગંધ લેવું, સાત સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. સાત પ્રદક્ષિણાઓ કરવી. ત્યારબાદ માઘવના મંદિરે દર્શનાર્થે જવું. દર્શન પ્રાર્થના-સ્તુતિસ્તોત્ર ગાઈ નૃત્ય સાથે કાલાવાલા કરી ભગવાનને પ્રસન્ન કરવા ઉદ્યમ કરવો. કહેવત છે કે કાલાવાલા સૌને વહાલા. શરીરના અંગપ્રત્યંગો સાથે મનનો તાલમેલ મિલાવી એક્તાન બની ચિત્ત ભગવાનને અર્પણ કરવું. ભગવાન સમક્ષ દીપ પ્રકટાવવો. રક્તચંદન-કરેણ અને જાઈના પુષ્પથી પૂજા કરવી નૈવેદ્ય સમર્પણ કરી નિરાજન કરવું. અષ્ટાંગ પ્રણામ પ્રદક્ષિણા સાથે-સાથે કરવાં. સત્યયુગમાં ઉપવાસ, પંચાગ્નિ સેવન, માઘ-સ્નાન, દાન-ગૌદાન, શિશિરમાં જળભર રહેવું વર્ષોમાં ચબુતરે બેસવું, આ બધા કચ્છ તપોનું જે ફળ મળે છે તે ફળ કલિયુગમાં કેવળ ઉપરોક્ત ઉપચારોથી પ્રાપ્ત થાય છે. શ્રીસ્થલના બ્રાહ્મણોની વિદ્વતા તેમજ ઉચ્ચતમ આચાર-વિચારોની જીવનશૈલીથી વિમોહીત થયેલા મૂળરાજે પોતાના પાપકર્મોના પરિણામરૂપે બળતા અંત:કરણનો દાહ શમાવવા શ્રીસ્થળના બ્રાહ્મણોનું શરણ લીધું હતું. પશ્ચાતાપપૂર્વક મનના પ્રાયશ્ચિતથી જીવાત્માના સર્વ પાપો દગ્ધ થઈ જીવાત્માનું અંત:કરણ આલ્હાદક શીતળતા પ્રાપ્ત કરે છે તેનું મુળરાજ એક ઉદાહરણ છે. એક અન્ય ઘટના શ્રી સ્થલમાં પ્રાચીમાઘવના માહાસ્ય તેમજ બ્રાહ્મણોની પુજ્યતા પર પ્રકાશ પાડે છે. એક સમયે ઉત્તરમાંથી શ્રીસ્થલની યાત્રાએ આવેલા કેટલાક બ્રાહ્મણો જ્યારે સરસ્વતીમાં સ્નાન કરી રહ્યા હતા; ત્યારે તેમણે એક કૌતુક જોયું. પ્રાચી માઘવના મંદિર પર આકાશમાંથી જલ પુષ્પની અર્થવર્ષા થઈ રહી હતી. આશ્ચર્યચકિત આ બ્રાહ્મણોએ સરસ્વતીના તીરે જપમગ્નમાં સુમેઘા નામના બ્રાહ્મણને આ આશ્ચર્ય અંગે પુછયું. સુમેઘાએ પ્રાચી માઘવના મહિમાને સમજાવ્યો. વાત ચાલી રહી હતી એટલામાં એક મનોહર પ્રૌઢ યૌવના સુમેઘાની પાસે આવી તેના ચરણોમાં ગંધ-પુષ્પ-જલનો અર્થ આપી સડસડાટ ચાલતી થઈ ગઈ. ભાગ્યવાન એવી આ સ્ત્રીને જોઈ આ બ્રાહ્મણોએ તેના અંગે પુછપરછ કરી. સુમેઘાએ જણાવ્યું કે ગુર્જર નરેશ મહારાજા મુળરાજની આ ધર્મપત્ની છે. ભીષ્મપંચકમાં સરસ્વતીમાં તીર્થસ્નાન માટે તે આવે છે. શ્રીસ્થલમાં પ્રાચીમાઘવ અને રૂદ્રદેવનું સ્થાન હોઈ અહીં પ્રકૃતિની સમતોલ વ્યવસ્થા ઉપલબ્ધ છે. પ્રાકૃતિક અસંતુલનતાનું અહીં વાતાવરણ નથી. કુદરતી અસંતુલનતાથી જીવો દુઃખી-દુ:ખી બને છે. અનેક પ્રાકૃતિક આપત્તિથી વિનાશના (૨૩) ૨૩
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy