SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ લોકો મંદિરમાં આવતા જતા હતા. તે પણ દેખાદેખી અંદર ગયો. મંદિરમાં માઘવના દર્શન કર્યાં. દેખાદેખી પ્રદક્ષિણાઓ પણ કરવા લાગ્યો. દર્શન અને પ્રદક્ષિણાઓ કરી ઘર તરફ વિદાય થયો. ખૂબ તરસ લાગેલી હતી. જળ પીવાના ઈરાદે રસ્તામાં આવેલા પાણીના એક ઊંડા ઘરામાં તે પાણી પીવા ગયો. પરંતુ પ્રારબ્ધના યોગે તે તેમાં પડ્યો અને ઊંડા પાણીના વમળમાં ફસાઈ મરણ પામ્યો. તેના પામર જીવને યમદૂતો લઈ ગયા. તેને યમરાજ સમક્ષ હાજર કરાયો. એટલામાં જ ભગવાન વિષ્ણુના પાર્ષદો યમરાજ પાસે પહોંચી જઈ તે જીવાત્માની સોંપણી માટે માંગણી કરી. યમરાજે કહ્યું કે આ તો અઘમ જીવ છે. કોઈ એક પણ સત્કર્મ તેના દ્વારા થયેલું નથી. આ તો ઘોર નરકનો અધિકારી છે. પાર્ષદોએ કહ્યું કે તે ગમે તે હોય પરંતુ મરતાં પહેલાં તેણે માઘવનાં દર્શન કરી એકસો આઠ પ્રદક્ષિણાઓ કરેલી છે. આ એક જ કર્મ તેને મૃત્યુ પછીની ઘોર યાતનામાંથી મુક્તિ અપાવનાર છે. મરણ પહેલાં મન જે સ્થિતિ અનુભવે છે તે સ્થિતિ તેને તારવા કે ડૂબાડવા શક્તિમાન બને છે. જેવું મન તેવી ગતિ થાય છે. પારિષ્ઠ હોવા છતાં મરણ પૂર્વેનું તેનું મન ભગવાનના દર્શન-ચિંતનમાં રોકાએલું હોઈ આ પારઘી વિષ્ણુલોકને પામ્યો હતો. અન્ત સમયેના પણ સ્મરણથી તે સદ્ગતિ પામ્યો હતો. જો એક નાનું સરખું ઝેરનું બુંદ આખા શરીરની નસનાડીઓને વિષાકત બનાવી મૃત્યુના કિનારે મનુષ્યને ધકેલી શકતું હોય તો હરિનામ રસનું અમૃત મનુષ્યને આલોક તેમજ પરલોકમાં તારવાને સમર્થ હોય તેમાં આશ્ચર્ય શાનું? જો દૂધ ભરેલા કઢાયાને એક છાશનું ટીપું દહીંમાં પરિવર્તન કરવાને શક્તિમાન બની શકતું હોય તો પાપથી ખદબદતા જીવાત્માના અંત:કરણનું ભગવાન નામસ્મરણનું એક સામાન્ય કર્મ પણ તેના ભાવિને પલટાવવા સમર્થ બને તેમાં નવાઈ શું ? ઓરડામાં વ્યાપેલ રાત્રિના ગાઢ અંધકારને એક નાનો સરખો દીપ પ્રકાશમાં પલટાવી અંધકારને જેમ હડસેલી શકે છે; તેમ માઘવનું નામસ્મરણ પણ પાપકર્મોના પરિણામોને પલટાવવાનું સામર્થ્ય દાખવી શકે છે. નારદે કહ્યું કે હે રાજા, તારા પૂર્વજન્મના પુણ્ય કર્મોની વાત તો હવે શરૂ થાય છે. તારા વૃક્ષની ડાળીને સળગાવ્યા પછી જે અંગારા ત્યાં પડી રહ્યા હતા તે અંગારાને એક ભક્ત મંદિરમાં લઈ ગયો. આ અંગારાને પ્રજ્વલિત કરી તેના વડે ભગવાન સમક્ષ દીપ પ્રકટાવ્યો. આ સ્મારામાં સુગંધિત ધૂપ નાંખી ભગવાન સમક્ષ ધૂપ કર્યો. આ તારા શરીરના અંગારાની મદદથી તેણે ભગવાનનું નૈવેદ્ય તૈયાર કરી ભગવાનને અર્પણ કર્યું, નૈવેદ્યનો પ્રસાદ વહેંચ્યો કદંબ વૃક્ષના તારા શરીરના એક ડાળામાંથી ભગવાન માટે જે-જે સેવાઓ ઉપયોગમાં લેવાઈ તેના ફળસ્વરૂપે તું આ જન્મમાં આ વિશાળ સંપત્તિનો સ્વામી બની શક્યો છે. પૂર્વ જન્મના તારા આ અવતારનું ફળ તને આ જન્મમાં ભોગવવા પ્રાપ્ત થયું છે. (૨૨
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy