SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ઓળા ઉતરે છે. પ્રાકૃતિક સંતુલન એટલે ભીષણ ગરમી કે ઠંડીના હાડ ગાળે તેવાં તોફાનો અહીં નથી. સુરજ સમતોલ માત્રાથી પ્રકાશ અને ગરમી આપે છે. ચન્દ્ર મનોરમ્ય ચાંદનીથી અમૃત વરસાવે છે. અહીં વરસાદના વિઘાતક તોફાનો નથી ગરમ અથવા ઠંડીના વાયરાઓના ઝંઝાવાતી આક્રમણો નથી, જળબંબાકારના તોફાની પૂર નથી. સૂકો ભંઠ મરૂપ્રદેશ નથી હરિયાળી છે પણ કાંટાળા થોરના વન નથી. ઘુમ્મસની ધિંગામસ્તી નથી. ધરતીકંપના વિનાશક આંચકા નથી. આકાશમાંથી પૃથ્વીને ચીરતી વીજળીઓના આઘાત નથી. ધરતી તેના ઉદરમાંથી અગ્નિના ગોળા (લાવા) ઓકતી નથી. સૂર્ય, ચન્દ્ર, મરૂત, વરૂણ, અગ્નિ, વિ. દેવો પ્રાચીમાઘવ અને રૂદ્રદેવના સાન્નિધ્યમાં સદા અમી વર્ષાથી સ્તુતિ કરતા રહે છે. માટે પૃથ્વી ઉપરના સર્વ તીર્થોમાં શ્રીસ્થલને એક સર્વોત્તમ તીર્થ ગણેલું છે. આ સર્વોત્તમ તીર્થની ઉજ્વલ યશોગાથાના મૂળમાં વેદરક્ષક બ્રાહ્મણોની સંસ્કૃતિ સચવાયેલી છે. બ્રાહ્મણ એક ધર્મરૂપી વૃક્ષ છે. આ વૃક્ષનાં મૂળ સંધ્યા છે. વેદ તેની શાખા છે. ધર્મકાર્યો તેના પાંદડા છે. જો મૂળ કપાઈ જશે તો શાખા પાંદડા કે વૃક્ષ કદી ટકી શકશે નહીં. વેદોમાં-પુરાણોમાં કે ઉપનિષદોમાં આ સંધ્યા-વંદન કર્મને ધર્મના મૂળ તરીકે સ્વીકારાયેલું છે. સંધ્યા-વંદન એટલે શું ? વિષ્ણુના રૂપમાં સાક્ષાત-સવિતાનારાયણ સૂર્ય આપણને જીવનદાન આપે છે. વર્ષની છ એ ઋતુઓ અહીં પ્રાપ્ય છે. પ્રત્યેક દિનના પ્રાત: મધ્યાન્હ તેમજ સાયં કાળના ઋતુ-ઋતુ પ્રમાણેનાં અલગ-અલગ સ્વરૂપો સૂર્યનારાયણ ભારત ભૂમિ ૫૨ પ્રકટ કરે છે. જુદી-જુદી સંધ્યા સમયે સૂર્યનારાયણના આ જુદા-જુદા નિત્ય નવીન સ્વરૂપોના દર્શન-વંદન કરવાં તે કર્મને સંધ્યાવંદન કર્મ કહે છે. મંદિરમાં ભગવાન મૂર્તિ સ્વરૂપે છે. સંધ્યાવંદનમાં તો સાક્ષા તસ્વરૂપે પ્રકાશમાન છે. પ્રાકૃતિક સૌન્દર્યના ખોળામાં બેસી સંધ્યાવંદન કરવાથી સૂર્યનારાયણની વિવિધ કલાઓની સંધ્યાનું અમૃતપાન કરી શકાય છે. આ વાતાવરણમાં જપપ્રાણાયામ તેમજ અર્ધ્યપ્રદાન અત્યંત બળ, ઓજ, બુદ્ધિ અને સદ્ગુણોને ખિલવનારું છે. શ્રીસ્થલમાં માઘવનું સ્થાન હોઈ માઘવનાં દર્શન પૂજન પુરુષ (જીવ)ને પૂર્ણ પુરુષોત્તમ બનાવામાં વિશેષ સહાયક છે. આગળ શ્રીગોવિંદમાધવની સ્તુતિમાં ગવાયેલું છે કે योगेशसिद्धविषुधैपरिभाव्यमानं लक्षम्यालयं जननंबंघहरंपवित्रम । भक्तार्तिभंजनपरंमुनिवृन्दपूज्यं गोविन्दमाघवमुदारमहंनमामि 11 દેવ જે છે તેવા બનવું, તેવો પુરુષાર્થ કરવો, તેનું નામ તેની પુજા છે. પૂજા ૨૪
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy