SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ આવી શકે તેમ નથી. પ્રાચીન સમયમાં જે ઋષિઓ તપ કરતા હતા તેઓ પણ મહદ્દઅંશે ગૃહસ્થાશ્રમી જ હતા. એવું કથન હેજેય અતિશયોક્તિયુક્ત નથી કે આદર્શ ગૃહસ્થાશ્રમી જીવન એજ તપ છે. તપ અનેક પ્રકારનાં હોઈ શકે છે. ઈશ્વર પ્રાપ્તિ માટેનું તપ ઘોર ઇન્દ્રિયનિગ્રહ માર્ગનું છે તો એક આદર્શ ગૃહસ્થાશ્રમી ત્રષિ બનવા માટેનું તપ ભોગ અને મોક્ષ બંને માર્ગનું સંચાલન થઈ શકે તેવું જીવનદર્શન પ્રદાન કરે છે. વેદશાસ્ત્રોક્ત માર્ગ પર આધારિત જીવન દર્શન ભોગ અને મોક્ષ બંનેનું જ્ઞાન આપે છે. દેહાદિક વિષયોના સેવનને અજ્ઞાન કહેવામાં આવે છે. સમજપૂર્વક આ અજ્ઞાનના ત્યાગને જ્ઞાનપૂર્વકનું આચરણ કહે છે. વિષયોથી વૈરાગ્ય અને સંયમપૂર્વક ઉપભોગ ત્યારે જ શક્ય બને છે જ્યારે વ્યક્તિ અનાયાસ પ્રાપ્ત ભોગોને ભોગવવાનું તેમજ અપ્રાપ્ય પદાર્થોની લાલસા છોડી દેવાનું મન બનાવે છે. આવું મન જીવનમુક્ત મન કહેવાય છે. ટાઢ-તડકો-ભુખ-દુ:ખ વેઠવાં તેમજ વૈદોક્ત માર્ગનાં વ્રતો અપનાવવાં તે કાયાનું તપ છે. અતિ સુખશૈયા તેમજ બેઠકોવાળાં સાધનોના ઉપયોગને બદલે ઓછામાં ઓછા સુખો આપનારાં સાધનો વાપરવાં તે તપ છે. સત્ય છતાંય પ્રિય વચનો બોલવાં એ વાણીનું તપ ગણાય છે. પ્રિય વચનો માટે વિવેકનો આશ્રય લેવો પડે છે. વિવેકબુદ્ધિથી બોલાયેલી વાણી તો મોટું તપ ગણાય છે. આ તપ ઘણી સિદ્ધિઓનું દાતા કહેવાય છે. બાર વર્ષ સુધી સતત કરાયેલી સત્ ક્રિયા તપ ગણાય છે. મનુષ્ય આવી સત્ ક્રિયાઓ પૈકી કોઈપણ એક કે એકી સાથે અનેકને સતત અય્યત પણે જો વળગી રહે તો (અત એટલે વિષ્ણુ) તેના મનમાં અય્યતનો વાસ બની જાય છે. ભગવાનનો વાસ થવાથી દુર્ગતિનો ભય ટળી જાય છે. વાણીનો ઉપયોગ વેદ-વેદાંગ, ઉપનિષદ, પુરાણ, રામાયણ, મહાભારત વિ. ગ્રંથોના પ્રસંગોની ચર્ચા-વિચારણામાં કરો. પ્રત્યેકનું સન્માન સચવાય એવું જ બોલો. સ્વાદના વિષયોની લાલસા ન રાખી અનાયાસ પ્રાપ્ત ભોજન મળે તે સ્વીકારવું તેવું વ્રત અપનાવો. છ રસોથી યુક્ત પદાર્થો પ્રેમથી ખાવો. રુચિ-અરુચિનું માનસ બદલો. ષડરસયુક્ત ભોજન પણ મિતાહારની ટેવ પાડી ખાઓ, બસ મુખનું સંપૂર્ણ તપ તેમાં સમાવેશ થઈ જશે. મિતાહાર એ પેટનું તપ ગણાય છે. મિતાહારના તપથી પેટને સુરક્ષિત રાખો. શ્રેયસ્કર સ્થાનોમાં જ પગને લઈ જવા એ પગનું તપ છે. એવાં કોઈ સ્થાને ન જાઓ જ્યાંથી કુબુદ્ધિ પ્રાપ્ત થઈ શકે. સારાં કાર્યો પૂર્ણ કરવા હાથને લગાવવા તે હાથનું તપ છે. નિષિદ્ધ દશ્યો ન જોવાં એ આંખનું તપ છે. નિષિદ્ધ વિચારો ન સાંભળવા તે કાનનું તપ છે. નિષિદ્ધ પદાર્થો ન ખાવાં તે જીભનું તપ છે. નિષિદ્ધ વિચારોવાળાં સાહિત્યથી મન ફેરવી લેવું તે મનનું તપ છે. કાયિક-વાચિક-માનસિક નિષિદ્ધ કર્મો ન કરવાં તે સંપૂર્ણ દેહનું તપ છે. આવાં ૬૪
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy