SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ પણ કર્મો થઈ ગયાં હોય તો તેનું પ્રાયશ્ચિત કરી મનને તેમાંથી ખેંચી લેવું તેને પ્રત્યાહારનું તપ કહેવામાં આવેલ છે. 5. તપ દ્વારા મન જ્યારે નિર્વિષય બને છે ત્યારે જ મનની તે સ્થિતિને ધ્યાન કહેવામાં આવે છે. આ ધ્યાનથી જ સંસાર ભુલાય છે અને ઈશ્વ૨૫રાયણ જીવન બને છે. ઈશ્વરપરાયણતા વાળું જીવન જન્મ-મરણના ફેરાઓથી જીવને મુક્ત બનાવે છે. માટે આ મોક્ષવિદ્યા કહેવાય છે. 6. પરખાય છે :- કુળ આચરણથી, શરીર ભોજનથી, મન વાર્તાલાપથી, સ્નેહ નેત્રથી. આકાર, ચાલ-ચલન, ચેષ્ટા, વાણી, નેત્રો, મ્હોંના હાવભાવથી મનની સ્થિતિ જાણી શકાય છે. કહેવત છે. ‘આકૃતિ મુળાનાં થયેત' ૫૭. શ્રેષ્ઠ ટેવો (ઉપકારક) સૌ કોઈ જાણે છે કે ડીગ્રીઓ વ્યક્તિત્વના સર્જનમાં જેટલો ભાગ ભજવે છે તેનાથી સવિશેષ પ્રભાવ વ્યક્તિની ટેવોથી સર્જાય છે. શ્રેષ્ઠ ટેવો શ્રેષ્ઠ વ્યક્તિત્વનું પ્રતિબિંબ પાડે છે. ખાસ કરીને ટેવો જ વ્યક્તિનું માન ગૌરવ વધારે છે. વિદ્યા વધારે છે. પ્રતિષ્ઠા વધારે છે. નોકરી કે ધંધામાં તેને સફળતા મેળવી આપે છે. સારી ટેવો જીવનના વિકાસ પંથ માટે સહાયક મિત્રો ગણાય છે. સારી ટેવો પાડવી અને કુટેવોથી બચવું એજ ઉત્તમતા પ્રાપ્ત કરવાની મુખ્ય ચાવી છે. ઇતિહાસના અવલોકનથી જણાશે કે મહાપુરુષોના જીવનનું ઘડતર તેમજ શક્તિમાન પુરુષોના જીવનનું પતન બંને તેઓની ટેવોમાંથી જ સર્જાયેલું છે. હિન્દુત્વના વિચારોની વિશ્વમાં વિજય પતાકા લહેરાવનાર સ્વામી વિવેકાનંદના સ્વભાવનો નિષ્કર્ષ એવો નીકળે છે કે જ્ઞાન સંચય માટે વિશાળ વાંચનનો પરિશ્રમ જ વ્યક્તિત્વનું ઘડતર કરે છે. જેમ મધમાખી મધપુડામાં મધસંચય માટે ફૂલે-ફુલે રખડી જે ઉદ્યમ કરે છે તે ઉદ્યમના ફળ સ્વરૂપ મોટો મધપુડો બને છે. સ્વામી વિવેકાનંદે પણ જ્ઞાન-સંચય માટે આવોજ પુરુષાર્થ આન્દ્રેલો છે અને પ્રાપ્ત જ્ઞાનના વિષયોને ચિંતનનો વિષય બનાવી સારાસારનો વિવેક વ્યક્ત કરેલો છે. કોઈ પણ વિષય તેમના ચિંતનક્ષેત્રથી અછૂત રહ્યો નથી અને પોતાની વિવેકબુદ્ધિથી જ સત્યને ગ્રહણ કરી તે સત્યને પ્રસ્થાપિત કરવાનો પુરુષાર્થ કરેલો છે. વિપક્ષના સત્યનો સ્વીકાર કરી સ્વપક્ષના સત્યને પ્રસ્થાપિત કરવાના તેમના સ્વભાવને કારણે તેઓએ વિશ્વમાં એક પણ વિરોધી નહીં પણ મિત્રો અને શિષ્યોનો વિશાળ સમુદાય ઉભો કરેલો છે. જ્ઞાનસંચયની ટેવ અને સત્યના સ્વીકાર તેમજ સત્ય માટે વિજય પ્રસ્થાપિત કરવાના પુરુષાર્થની ટેવે સ્વામીજીને વિચારોનું સામ્રાજ્ય સ્થાપવામાં વિશ્વ વિજેતા બનાવેલા છે. જ્ઞાનસંચય તો સ્વામીજીની જેમ અનેક સંતોએ કરેલા હોય છે પરંતુ સાક્ષાત્કારિત સત્યોને સમાજમાં પ્રસ્થાપિત કરવા સામાજિક ઉદ્યમ આચરવાની ટેવ અસંખ્યોમાં ૬૫
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy