SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ 2. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર (પાયાઓ) ઉપર હિંદુજીવનદર્શનની ઇમારત ખડી છે. હિન્દુ એ કેવળ જન્મથી નહીં પણ આચરણની ઓળખથી હિંદુત્વ પ્રકટ કરવાનો વિષય છે. આ ચાર સિદ્ધાંતોમાં જેમ અર્થ અને કામ સાંસારિક સફળતા માટે જરૂરી છે તેમ સંસારમાં મનુષ્યદેહમાં આવેલા જીવની સદ્ગતિ માટે ધર્મ તેમજ મોક્ષના સિદ્ધાંતો પણ અનિવાર્ય છે. આ અનિવાર્ય ફરજો બજાવી આ સાંસ્કૃતિક વારસાને જીવંત બનાવીએ. 3. બંધન કર્યું ? દેહ ઇન્દ્રિયોના વિષયથી સંકળાયેલો છે. જીવ જુદો છે. આ આપણો નિત્યનો અનુભવ છે. જીવ જ્યારે નિદ્રા માણે છે ત્યારે તેને દેહનું ભાન હોતું નથી. દેહ ગમે ત્યાં પડ્યો હોય પણ સ્વપ્નમાં જીવ ગમે ત્યાં હરેફરે છે. વિવિધ અનુભવો પણ કરે છે. અને સ્વયં જ તે સુખ કે દુ:ખની મજાનો સ્વાદ ચાખતો હોય તેવો સ્વાનુભવ વ્યક્ત કરે છે. જીવને સુખ કે દુ:ખ માણવાનું દેહ એક માધ્યમ છે. બધીજ ઇન્દ્રિયો દેહને લાગેલી છે. એટલાજ માટે મૃતદેહને હાથ, પગ, નાક, કાન, આંખ બધુંજ જેમ ને તેમ હોવા છતાં આંખ જોઈ શકતી નથી. કાન સાંભળતો નથી. હાથ પગ હાલતા ચાલતા નથી. વિજળીનાપંખા, ટ્યુબો કે બીજા અનેક ઇલેક્ટ્રોનિક માધ્યમો માત્ર દેહની જેમ સાધનો છે. સાધનો પ્રાણ વિના સંચાલિત થઈ શકતા નથી. દેહનો પ્રાણ જેમ જીવાત્મા છે તે। આ ઇલેક્ટ્રોનિક સાધનોનો પ્રાણ વિજળી છે. આ જીવાત્મા જો દેહની ઇન્દ્રિયોના વિષયોનો ગુલામ બને, તે વિષયોના સુખ કે દુ:ખના ભોગમાં આસક્ત બને, તો પરિણામ એવું આવશે કે તે સદાને માટે આશક બની જશે. આશક બનવાને કારણે જીવ સામાજિક માન-મર્યાદાઓ માટે દોરાયેલી લક્ષ્મણ રેખાને પણ ઓળંગી જશે. જીવના આ સ્વરૂપને જ ઇન્દ્રિયોનું બંધન ગણવામાં આવેલું છે. બંધનમાં બંધાયેલો મનુષ્ય કે પ્રાણી યથેચ્છ સંકલ્પોનો જેમ ઉપભોક્તા બની શકતો નથી તેમ જીવાત્મા સ્વસંકલ્પોને પણ આ બંધનના કારણે આચરણમાં મૂકવા લાચાર બની જાય છે. મોક્ષ માર્ગ અને તેના સાધનો સંબંધોનું સંપૂર્ણ જ્ઞાન મેળવ્યા છતાંય આ બંધનને કારણે જન્મ-મરણના સંસાર ચક્રમાં જીવ ટકરાવે ચડ્યે જાય છે. કેવળ મનુષ્ય દેહમાં જ આ બંધનને ફગાવી દેવાનું સામર્થ્ય ઈશ્વરપ્રદત્ત છે. માટે મનુષ્ય દેહ એક એવો દેહ છે જે આ સંસારમાં મોક્ષનો અધિકારી છે. પાત્રતા ધરાવે છે. (4) તપ એટલે શું ? આ સવાલ બહુ અગત્યનો એટલા માટે છે કે તેની અવધારણા સંબંધે અનેક ભ્રમ ફેલાયેલા છે. પ્રાચીન સમયનો માનવી મહદ્અંશે આ સાધન માટે આરણ્યક જીવન ઉપાસનાનો પરિચાયક હશે પરંતુ આ સાધન માટે સ્થાનના કરતાં તેમાં લક્ષ્યોના આચરણનું મહત્વ સવિશેષ છે. સાધ્ય અને સાધનમાં જે તફાવત છે તેવોજ તફાવત તપ અને તેના સાધનોમાં છે. ભલે આરણ્યક જીવન ન જીવાય પરંતુ તપના જે લક્ષ્યાંકો છે તે પૂરા કરવા ગૃહસ્થાશ્રમ મનુષ્યની આડે ૬૩
SR No.032029
Book TitleSarasvatini Garima
Original Sutra AuthorN/A
AuthorGajanan Dave
PublisherRashtriya Itihas Ujagar Yojna
Publication Year1997
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy