SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૯.૨] સિદ્ધક્ષેત્ર ૩૩૩ હોતોને. એ તો કોઈ ટાઈમ નહીં, કશું જ નહીં ફક્ત રિયલ. આ તો એને બુદ્ધિથી માપવા જાય કે એના જેવું શું? એટલે આ અવગાહના શબ્દ કહેવા માટે છે. પ્રશ્નકર્તા : પોતાની અવગાહનામાં રહે છે એવી રીતે કહે છે ને? દાદાશ્રી : હા, હા, પોતાની અવગાહનામાં રહે છે અને નિરાકારી હોવા છતાં આકારી છે. એ અવગાહના એટલે આ જગ્યા રોકવાનું. આકાશમાં જગ્યા રોકવાની, તે અવગાહના નીકળી જાય. આકાશમાં જગ્યા રોકે ત્યાં સુધી અવગાહના કહેવાય. અત્યારે તો રોકેને? અત્યારે તો પુદ્ગલ સાથે છે એટલે રોકે. પ્રશ્નકર્તા : જૈન શાસ્ત્રમાં એમ લખ્યું છે કે નિર્વાણ થયા પછીની અવગાહના રહે છે, ટુ થર્ડ પ્રમાણ. દાદાશ્રી: એ તો સમજાવવા માટે કહે છે. અવગાહના એટલે એનો જે હિસાબ છે તે રહે છે. અવગાહના એટલે શું કે આ દેહ હોય તો આ આકાશમાંથી આટલા ભાગની અવગાહના થઈ. તે નિર્વાણ પછી અવગાહના અનઅવગાહક કહેવાય છે. એટલે સમજાવવા માટે લખેલું હોય. એ અવગાહના રહે છે એટલે પ્રમાણ સમજાવવા જાય છે ટુ થર્ડ, શું ? પણ એ અનુઅવગાહક છે. એને કોઈ આકાશતત્ત્વ, કોઈ તત્ત્વની જરૂર નહીં, એનું નામ આત્મા. શાસ્ત્રોમાં આ વાક્ય ખરું લખ્યું છે, પણ આ સાચું સમજાતું નથી પોતાને. એ અવગાહના, તમને શું, બીજા લોકોને ના સમજાય. ન સમજાય ભગવાનની ઝીણી વાત પ્રશ્નકર્તા ઃ દરેક સિદ્ધોની જો અવગાહના હોય તો અનેક સિદ્ધો થઈ ગયા છે. દાદાશ્રી : ના, એવું નથી.
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy