SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ આપ્તવાણી-૧૪ (ભાગ-૫) દાદાશ્રી : એય જુદું પડી જાય. પ્રશ્નકર્તા : આકાશ પણ જુદું પડી જાય ? દાદાશ્રી : આકાશથી પણ જુદો પડી જાય. અઅવગાહક છે. અવગાહના એને જરૂર નથી. આકાશમાં પોતે આકાશ જગ્યા રોકતો નથી, એવી રીતે રહ્યો છે સિદ્ધક્ષેત્રમાં. પ્રશ્નકર્તા ઃ આત્મા પોતે આકાશ રોકતો નથી એ કેવી રીતે બને ? દાદાશ્રી : આ બુદ્ધિના ખેલ ન્હોય. નહીં તો આકાશ જોડે જ રહેને ! પ્રશ્નકર્તા : હું, આકાશ જોડે જ રહે. દાદાશ્રી : આકાશ જોડે રહે એટલે પછી એ બેનું મિક્ષ્ચર થયું. પ્રશ્નકર્તા : એટલે આ પુદ્ગલનો સ્વભાવ જગ્યા રોકવાનો છે ને ? દાદાશ્રી : હા. : પ્રશ્નકર્તા તો આમાંથી આત્મા ખસી જાય તો પણ આ તો જગ્યા રોકવાનું જ. દાદાશ્રી : એ તો શુદ્ધ પરમાણુ એણે તો જગ્યા રોકેલી જ હોય. એને કશું લાગતું-વળગતું નથી. એ તો ઓતપ્રોત રહેલા છે. પ્રશ્નકર્તા : જગ્યા સાથે ? દાદાશ્રી : હંઅ. જગ્યા એના આધારે છે, જગ્યાના આધારે એ છે, આમતેમ બધું. જ્ઞાતી ગમ પાડે શાસ્ત્રોના વાક્યોતી પ્રશ્નકર્તા : એટલે આત્માને અવગાહના નહીં ? દાદાશ્રી : આત્માને અવગાહના જુદી હોય છે અને આ પુદ્ગલને અવગાહના જુદી. એની અવગાહના તો કહેવાને માત્ર જ છે. ખાલી ત્યાં કશું હોતું જ નથી, ત્યાં તો કશાય ગુણો જ હોતા નથી, શબ્દ જ નથી
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy