SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ આપ્તવાણી-૧૪ (ભાગ-૫) પ્રશ્નકર્તા : તો શું છે ? દાદાશ્રી : અવગાહના જુદી વસ્તુ. અવગાહક હોય નહીં. કોઈ દહાડો આત્માને અવગાહના ન હોય. અવગાહના શરીર ઉપર થાય. દેહધારીને હોય. જેનો ફોટો પડે, છબી પડે. આની છબી ન પડે. એ પ્રકાશ, એને આકાશની જરૂર નહીં. પ્રશ્નકર્તા: તો ટુ થર્ડ એ શું બોલ્યા હતા ? આ દેહના પ્રમાણથી ટુ થર્ડ ત્યાં હોય એ શું ટુ થર્ડ હોય ? દાદાશ્રી : ટુ થર્ડ પ્રકાશ, એ તો એનો પોતાનો જે ભાગ એ સમજાવવા જાય છે, અવગાહના.. પ્રશ્નકર્તા પણ એ સ્પેસ તો.. દાદાશ્રી : એ પણ અવગાહના નહીં, પ્લેસ નહીં. ત્યાં તો કોઈ તત્ત્વ જ નથી. પ્રશ્નકર્તા: તો ટુ થર્ડ જે રોકે છે એ શું છે? દાદાશ્રી : વન થર્ડ આ સંકોચાઈ જાય એટલે આ હવા ભાગ નીકળી જાય. આકાશ-બાકાશનો બધો ભાગ નીકળી જાય એટલે આ અનઅવગાહક થાય. આમાંથી જે આકાશ ભાગ છે એ નીકળી જવાનો બધો. પોલું નથી આમાં, આપણી દાબીએ તેય, ના સમજાયું ? પ્રશ્નકર્તા : ના સમજાયું. દાદાશ્રી : ના સમજાય. મોટા-મોટા આચાર્યોને ના સમજાય આ વાત તો અને આવી ઝીણી વાતો શી રીતે સમજાય ? તમારું કામ નહીં આમાં. આચાર્યનું કામ નહીં તો તમારું શું કામ આમાં ? પણ જ્યારે એને કહુંને, અનઅવગાહક શક્તિ. ત્યારે કહે, હા. શક્તિ તો અનૂઅવગાહક પોતે આ દેહ ન હોય તો પોતે કોઈ રોકાણ ના કરે. જરાય રોકે નહીં. એ તો એટલો બધો સૂક્ષ્મ છે કે અગ્નિની વચ્ચે રહીને ચાલ્યો જાય
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy