SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૯.૨] સિદ્ધક્ષેત્ર અલોક નહીં, એમાં નથી અને સિદ્ધક્ષેત્રમાં નથી. પરિવર્તન ક્યાં હોય ? કે બધા તત્ત્વો હોય ત્યાં હોય. અલોકમાં બીજા કોઈ તત્ત્વ છે જ નહીં, એકલું પેલું આકાશ એક જ તત્ત્વ છે. પ્રશ્નકર્તા : તો પછી જો આ પરિવર્તનશીલ નથી ત્યાં સિદ્ધક્ષેત્રમાં, તો ત્યાં બહુ ગિરદી નહીં થઈ જાય ? માય નહીં એવી પરિસ્થિતિ નહીં ઊભી થઈ જાય ? ૩૨૫ દાદાશ્રી : ગિરદી એ બુદ્ધિના ખેલ છે. એ તો બુદ્ધિનો પ્રકાશ છે. ગિરદી હોતી હશે ? જ્યાં જગ્યાની જરૂર નથી પડતી, ત્યાં ગિરદી ક્યાંથી ? સિદ્ધક્ષેત્ર બ્રહ્માંડતી છેલ્લી ધારે, ન એ કુદરતી રચતા પ્રશ્નકર્તા : સિદ્ધક્ષેત્ર બ્રહ્માંડમાં છે કે બ્રહ્માંડની બહાર છે ? દાદાશ્રી : સિદ્ધક્ષેત્ર એ બ્રહ્માંડની બહારેય નથી, પણ બ્રહ્માંડમાં લોકની ધાર ઉપર છે, છેલ્લી ધાર ઉપર છે. તમે તમારી ભાષામાં સમજી જાવ, સહુ સહુની ભાષામાં લઈ જાય. પ્રશ્નકર્તા : સિદ્ધક્ષેત્ર એ રચના પણ કુદરતી છે ને ? દાદાશ્રી : ત્યાં નહીં, ત્યાં કુદરત જેવી વસ્તુ જ નથી. પ્રશ્નકર્તા : દાદા, આખું બ્રહ્માંડ કુદરતી રચના કહેવાયને, સિદ્ધક્ષેત્ર સિવાય ? દાદાશ્રી : કુદરતી રચના તો આંખે દેખાય છે, કાને સંભળાય છે, એટલી જ કુદરતી રચના. પાંચ ઈન્દ્રિયોથી અનુભવમાં આવે એટલી જ કુદરતી રચના છે અને તે વ્યવસ્થિતને તાબે છે. બીજું બધું તો કાયમનું જ છે આ. જગત જ કાયમનું છે. પ્રશ્નકર્તા : એ કુદરતી રચના તો છે જ નહીં, એટલે કૉન્સ્ટન્ટમાં જ છે ? દાદાશ્રી : કૉન્સ્ટન્ટ.
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy