SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૪ (ભાગ-૫) દાદાશ્રી : ત્યાં કશુંય નથી. એ સિદ્ધ ભગવંતો આ અહીંના બધા શેયોને એ પોતે જોઈ શકે, પણ શેયો એમની જગ્યામાં ત્યાં ના હોય. એકુંય પરમાણુ ના હોય. ૩૨૪ પ્રશ્નકર્તા : જ્ઞાનના પરમાણુ તો હોયને સિદ્ધક્ષેત્રમાં ? દાદાશ્રી : ના, પોતે જ જ્ઞાન, પોતે જ આત્મા, સર્વ સિદ્ધ ભગવંતો પોતે જ. સિદ્ધક્ષેત્રે એકલું આકાશ દ્રવ્ય, પણ એ તડે તહીં પ્રશ્નકર્તા : સિદ્ધક્ષેત્રમાં કોઈ દ્રવ્ય નથી ? દાદાશ્રી : નથી. પ્રશ્નકર્તા : આત્મદ્રવ્ય તો ખરુંને ? દાદાશ્રી : ના, એય નહીં. એ દ્રવ્ય તરીકે નહીં, એ તો સિદ્ધ તરીકે. દ્રવ્ય ક્યારે કહેવાય કે બીજા દ્રવ્યની જોડે હોય ત્યાં સુધી દ્રવ્ય ગણાય. સિદ્ધ થઈ ગયો ! કેટલી મોટી શોધખોળ છે ! કોઈ. પ્રશ્નકર્તા : દાદા, સિદ્ધક્ષેત્રમાં આકાશ ન હોય ? દાદાશ્રી : આકાશ તો હોય, આકાશ વગર તો ભૂમિકા જ ન હોય પ્રશ્નકર્તા : એ દ્રવ્ય તો ખરુંને ? દાદાશ્રી : પણ એ દ્રવ્ય એને નડે નહીં. પુદ્ગલ હોય તો જ નડે. બીજું કોઈ દ્રવ્ય નડે નહીં. પુદ્ગલ વિકારી સ્વભાવનું છે. વિકા૨ીભાવ એટલે શું ? એ વિશેષભાવને ધારણ કરે. એકલું આકાશ, માટે ત પરિવર્તત સિદ્ધક્ષેત્રે-અલોકે પ્રશ્નકર્તા : આપે કીધુંને કે બધું પરિવર્તનશીલ છે, તો આ સિદ્ધક્ષેત્ર પરિવર્તનશીલ છે ? દાદાશ્રી : ના, એ નહીં. આ જે લોક છે એ પરિવર્તનશીલ છે અને
SR No.030078
Book TitleAptavani Shreni 14 Part 05
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2015
Total Pages518
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy