SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) ખબર પડે છે ને અનુભવમાં પણ આવે છે કે પવન આવ્યો, તેવો આત્માનો અનુભવ તીર્થંકરોને થતો હશે કે વિશેષ ? ૩૪૬ દાદાશ્રી : તીર્થંકરોને તો તેથી પણ વિશેષ, ઘણો જ વિશેષ આત્માનો અનુભવ થાય. આ અમને પણ પવન જેવો અનુભવ તો થાય જ છે ને તમને જે આત્માનો અનુભવ થાય છે, તે તો પ્રતીતિ વિશેષ મજબૂત (ગાઢ) થવા માટેનો છે. પ્રશ્નકર્તા : આત્માના જે ગુણો છે એ તો જ્યારે પુદ્ગલનું બધું પૂરું થશે પછી જ વર્તાશેને ? એ પહેલા વર્તાય ખરા ? દાદાશ્રી : એ વર્તાય તો જ પુદ્ગલના ગુણો ખપે. આત્માની હાજરી વગર પુદ્ગલ ખપે જ નહીં. પ્રશ્નકર્તા : તો કાલે હું એવું વિચારતો હતો કે જ્યારે પુદ્ગલ મારું ક્લિયર થશે, પછી આત્માના ગુણો એની જાતે પ્રગટ થશે. દાદાશ્રી : પછી ના હોય, બે સાથે જ ચાલે. પ્રશ્નકર્તા ઃ તો દાદા, આત્માના ગુણોને પ્રગટ કેવી રીતે કરવાના ? : દાદાશ્રી : થઈ ગયેલાને શું પ્રગટ કરવાના ? એ જાણતા નથી એનો જ ડખો છે આ બધો. એના ગુણો તો પ્રગટ જ ચાલે (હાજર જ) છે. પ્રશ્નકર્તા : દર્શનમાં તો આવ્યા, હવે અનુભવમાં કેવી રીતે લાવવાના ? દાદાશ્રી : દર્શનમાં હોય એ જ અનુભવમાં હોય. અનુભવ સિવાય તો દર્શનમાં ના આવે. અક્રમથી આત્માતુભવે, સંસારમાં રહીતે માણે બારમું ગુંઠાણું મૂળ આત્મા એ અનુભવગમ્ય છે, અરૂપી પદ છે. કેવળી ભગવાન જે અનુભવે તે આ પુદ્ગલ પોતાનાથી જુદું પૂતળું છે. ખરું કર્યું કે ખોટું, તે જોવાનું નથી. એ તો પૂતળું જ છે, અચેતન છે. કર્તાભાવ જ ના દેખાવો
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy