SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭.૨) અનુભવગમ્ય ૩૪૭ જોઈએ. પુદ્ગલની જોડે કે પુદ્ગલના મન-વચન-કાયાના વર્તન જોડે લેવાદેવા જ નથી. તમે તેનાથી તદન જુદા જ છો. તમને તમારો આત્મા જોવામાં ને જાણવામાં આવ્યો જ છે. જોવું એટલે ભાન થવું અને જાણવું એટલે અનુભવ થવો. તે ભાન થયું છે ને થોડો અનુભવમાં પણ આવ્યો છે. હવે મૂળ વસ્તુ પૂરેપૂરી અનુભવમાં આવી જાય, એટલે કામ થઈ ગયું! એ તો વસ્તુ જ જુદી. આત્મા જાણ્યો જાય એવી વસ્તુ નથી, એ બુદ્ધિથી સમજાય એવો નથી, એ અનુભવગમ્ય વસ્તુ છે. જ્યારે એના ગુણધર્મ કહે, ઓહોહોહો ! ગુણધર્મનો પાર નથી. અનંત ભેદે આત્મા છે, એક-બે ભેદે આત્મા નથી. એ જેટલા ભેદ અહીં જ્ઞાની પુરુષ પાસે જાણ્યા એટલા ભેદથી તમારો ઉકેલ આવ્યો. બીજા અનંત ભેદ હજુ બાકી છે. જાણવાથી સરળતા થશે. જેટલું જાણશો એટલી સરળતા. તમે તો એટલું જ જાણો કે ચાર પેલા ગુણ છે. અનંત જ્ઞાનવાળો છે ને એ ચાર, પણ આ બાજુ અનંત ગુણો એનો હિસાબ જ નથી. આખા બ્રહ્માંડનો પ્રકાશક છે અને તે આત્મા અમે જોયેલો છે. માટે વાતને સમજવા જેવી છે, ઈન શૉર્ટ. નહીં તો તો આવું એય સંસારમાં રહીને મોક્ષમાર્ગમાં બારમા ગુંઠાણાની વાત કરવાની જ હોય નહીં. ચોથું લઈ જાય તો બહુ થઈ ગયું. કોઈ કાળમાં પરદેશને પરદેશ જાણે અને સ્વદેશને સ્વદેશ જાણે એવું બનેલું નહીં. આ તો તમે પરદેશને ઓળખી ગયાને ? પરદેશમાં નિર્જરા થયા કરે છે નિરંતર અને જેટલી નિર્જરા થાય છે એટલો સ્વદેશ પોતે મુક્ત થતો જાય છે.
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy