SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) અગુરુ-લઘુ ૧૦૭ દાદાશ્રી : ચેતન ગુણ છે એનામાં એટલે. શુદ્ધ સ્વરૂપે અગુરુ-લઘુ, વિકારી રૂપે ગુરુ-લઘુ પ્રશ્નકર્તા : એટલે અગુરુ-લઘુ સ્વભાવ બધા દ્રવ્યમાં સામાન્ય છે. દાદાશ્રી : જે એનો અગુરુ-લઘુ સ્વભાવ છે ને, તે બધામાં કૉમન છે પણ શુદ્ધ સ્વરૂપે છે. એ તત્ત્વો શુદ્ધ સ્વરૂપે હોય, ને તે બધામાં કૉમન છે. એનામાં પણ જ્યારે વિકૃત સ્વરૂપે થાય, વિકારી ત્યારે તે ગુરુ-લઘુ થાય. બાકી આત્મા વિકારી ક્યારેય થતો નથી. આત્મા સ્વભાવથી જ વિકારી કોઈ દહાડો થતો નથી. આ તો ભ્રાંતિ ભરેલી છે અને ભ્રાંતિથી આ પુદ્ગલનો ગુણ વિકારી થવાનો સ્વભાવ છે. પૂરણ-ગલનનો વિકા૨ી થવાનો સ્વભાવ છે, ને તે આનાથી આ દેહ-વાણી-મન ઉત્પન્ન થયેલા છે અને તે પૂરણ-ગલન સ્વભાવના છે. એટલે વસ્તુ, તત્ત્વસ્વરૂપે બધા અગુરુ-લઘુ છે પણ વિકૃતભાવે ગુરુ-લઘુ થાય. ગુરુ-લઘુ થાય તે બધું પુદ્ગલ, પરમાણુ નહીં. પરમાણુ ગુરુ-લઘુ થાય નહીં. સ્વાભાવિક પરમાણુ જેને કહેવામાં આવે છે ને, વિશ્રસા, તે સ્વાભાવિક છે. એને પુદ્ગલ ના હોય. તે અગુરુ-અલઘુ હોય. અને આ જે વિકૃત પુદ્ગલ છે, વિકારી પુદ્ગલ, તેમાં લોહી, પરુ બધું નીકળે. પ્રશ્નકર્તા : મિશ્રસા એ ? દાદાશ્રી : મિશ્રસા, એ પુદ્ગલ ગુરુ-લઘુવાળું હોય. માણસ જ્યારે કંઈ ભાવ કરે છે ને, ત્યારે એ પરમાણુ છે તે ખેંચાય છે. પરમાણુ ખેંચાય છે ત્યારે પ્રયોગસા કહેવાય છે અને પછી મિશ્રસા થાય. પ્રયોગસા મિશ્રસા થઈને પછી ફળ આપીને પછી વિશ્વસા થાય ત્યારે પાછા અગુરુ-લઘુ સ્વભાવના અને આ મિશ્રસા અને પ્રયોગસા એ બધા ગુરુ-લઘુ સ્વભાવના છે. આ રાગ-દ્વેષ થાય છે ને, તે રાગ વધેય ખરો ને ઘટેય ખરો. પ્રશ્નકર્તા ઃ હાનિ-વૃદ્ધિ વખતે અગુરુ-લઘુ સ્વભાવ કેવો હોય ? દાદાશ્રી : અગુરુ-લઘુ સ્વભાવ એટલે બહાર હાનિ થાય, વૃદ્ધિ થાય, પણ ‘પોતે’ અગુરુ-લઘુ સ્વભાવમાં આવી જાય. (પોતાનામાં)
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy