SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) કાયમ ને સત્ જ છે. સતુનો અર્થ જ એ છે કે જે અવિનાશી હોય અને જોડે જોડે ગુણ-પર્યાય સહિત હોય. અને અગુરૂ-લઘુ સ્વભાવવાળો હોય. એ બધા જ તત્ત્વો એવા છે, એ શુદ્ધાત્મા એકલો નહીં. બધા તત્ત્વો સત્ કહેવાય છે. તત્ત્વનો સ્વભાવ કેવો ? અગુરુ-લવું. તત્ત્વને માટે જો વિશેષણ વાપરવું હોય તો અગુરુ-લવું લખવું પડે. જે વધે નહીં, ઘટે નહીં, એનું નામ તત્ત્વ કહેવાય. ભારે નહીં, હલકું નહીં, લાંબું નહીં, ટૂંકું નહીં, બધું એવું હોય ત્યારે એને અગુરુ-લઘુ તત્ત્વ કહેવાય. પ્રશ્નકર્તા: મૂળ તત્ત્વ ઘટવધ થતું નથી, હવે ઑક્સિજન એ તો ઘટી જાય છે ? દાદાશ્રી : ઑક્સિજન એ મૂળ તત્ત્વ નથી. મૂળ તત્ત્વ તો પરમેનન્ટ હોય, એને ફેરફાર ના થાય. ઘટે નહીં, વધે નહીં, કોઈ ચેન્જ ના થાય. ઑક્સિજન મૂળ તત્ત્વ નથી, હાઈડ્રોજન મૂળ તત્ત્વ નથી, પાણી એ મૂળ તત્ત્વ નથી. તમારી સમજમાં આવ્યુંને ? બીજું બધું વધઘટ થયા જ કરે. મૂળ તત્ત્વ સિવાય દરેક વસ્તુ વધઘટને પામે. (એ) ગુરુ-લઘુ હોય અને મૂળ તત્ત્વ અગુરુલઘુ હોય. પ્રશ્નકર્તા : પાણી મૂળ તત્ત્વ નથી ? દાદાશ્રી : ના, ના, પાણી, તેજ, વાયુ એ મૂળ તત્ત્વ નથી. આકાશ એકલું મૂળ તત્ત્વ છે. પ્રશ્નકર્તા: હવે આ છે એ તત્ત્વો અવિનાશી તત્ત્વ છે, એમાં આત્મા ગુરુતમ કે બધા તત્ત્વો ગુરુતમ ? દાદાશ્રી : બધા સરખા, ગુરુતમ-લઘુતમ ના હોય. પ્રશ્નકર્તા : બધા સરખા જ ને ? તો આત્માને કેમ પરમ તત્ત્વ કહ્યો છે આપણે ?
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy