SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ આપ્તવાણી-૧૪ (ભાગ-૪) હાનિ-વૃદ્ધિ થવા ના દે. અગુરુ-લઘુ સ્વભાવ હાનિ-વૃદ્ધિ ક્યારે પણ ના થાય. હાનિ થાય, વૃદ્ધિ થાય અને પાછો અગુરુ-લઘુ સ્વભાવમાં આવી જાય. પણ આ જે પુદ્ગલ છે ને, તે એકલા જ હાનિ-વૃદ્ધિ પામે છે. ૧૦૮ પુદ્ગલ પરમાણુઓ અવિનાશી છે પણ આ પુદ્ગલની અવસ્થાઓ જે દેખાય છે એ બધી વિનાશી. અવસ્થા નાશ થાય છે, વસ્તુ તેની તે જ. પ્રશ્નકર્તા ઃ રાગ-દ્વેષ થાય, ક્રોધ-માન-માયા-લોભ એ બધું થાય તે કયું પુદ્ગલ ? દાદાશ્રી : એ બધુંય વિકારી પુદ્ગલ છે, સાચું પુદ્ગલ નથી. સાચું પુદ્ગલ પરમાણુ સ્વરૂપે લઘુ-ગુરુ નથી, અગુરુ-લઘુ સ્વભાવનું જ છે. પ્રશ્નકર્તા ઃ મૂળ પરમાણુ અગુરુ-લઘુ છે, બાકીના સ્કંધ, દેહ, પ્રદેશો બધા ગુરુ-લઘુ ? દાદાશ્રી : પછી તો એ બધા ગુરુ-લઘુ જ થાયને ? પ્રશ્નકર્તા : એ પછી પરમાણુના પર્યાય ગણાયને બધા ? દાદાશ્રી : એને અવસ્થાઓ કહેવાય. ગુણ અગુરુ-લઘુ, પર્યાય ગુરુ-લઘુ પ્રશ્નકર્તા : આત્મા સિવાય બાકીના દ્રવ્યો છે એ ગુરુ-લઘુ પણ થાય ? દાદાશ્રી : હા, એ ગુરુ-લઘુ થાયને ! સંજોગોના આધીન એની અવસ્થાઓ હોય ને, એ બધી ગુરુ-લઘુ થાય. સ્કંધ મોટો થાય, નાનો થાય એ સ્કંધ થાયને એના. એ બધા સ્કંધ થવાના. પ્રશ્નકર્તા : પણ દાદા, એ ગુરુ-લઘુ પુદ્ગલમાં જ થાયને ? બાકીના નહીંને, પાંચ દ્રવ્યોમાં ? દાદાશ્રી : ના, તેને બધા સ્કંધ, દેહ, પ્રદેશો. આ બધા જે ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય...
SR No.030077
Book TitleAptavani Shreni 14 Part 04
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Aradhana Trust
Publication Year2014
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy