SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ દિર જીવ વડે હેતુપૂર્વક કરાય તે કર્મ કહેવાય છે કર્તા કોણ? જીવ. ક્રિયા તે કરનાર જ કરે ને? કરનાર ક્રિયા હેતુપૂર્વક કરે ને? કર્તા, કિયા અને હેતુપૂર્વક એ ત્રણ શબ્દમાંથી એક પણ શબ્દ કાઢી નાંખી શકાય એમ નથી. જીવ શબ્દ કાઢી નાંખીએ તે કેણ કરે છે કિયા? જીવ વિના ક્રિયા કોણ કરે? કર્તા ન હોય તે ક્રિયા કેવી ?, એટલે કર્તા તે કઈને કઈ હોય જ અને કર્મ કર્તાને જ બંધાય. કર્મ કેને બંધાય? જીવને કે જડને? કર્મ એટલે શું? જે કાંઈ કરે તે કર્મ? ના, હેતુપૂર્વક કરો તે કર્મ. જીવ હેતુપૂર્વક જ કર્મ કરે છે. ચપુ કે છરીના સાધનથી ખૂની ખૂન પણ કરી શકે, જ્યારે ડોકટર એ જ છરીથી કાપ મૂકી પથરીનું ઓપરેશન કરી દરદીને જીવતદાન આપી શકે છે. ચપુ વાપરવાની ક્રિયા સરખી છે, પણ હેતુમાં ફરક છે. હેતુ બદલાતાં કમ બદલાય છે.. ડોકટરનું કર્મ એ પુણ્યકર્મ છે. ખૂનીનું કર્મ એ પાપકર્મ છે.. ઘરમાં શેઠ અને નેકર બંનેય શાક સમારતા હોય તે ક્રિયા સરખી છે.
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy