________________ પ્રસ્તાવના સમસ્ત વિશ્વના વિશાલ ધરાતલ ઉપર સિંહાવકન કરતા અનેક પ્રકારની વિષમતા, વિવિધતા અને વિચિત્રતા નજરે પડે છે. એક, રાજા તે બીજે રંક, એક ગવર્નર તે બીજો તવંગર, એક અમીર તે બીજે ગરીબ, એક સુખી તે બીજે દુઃખી, એક સજજન તે બીજો દુર્જન... વગેરે અનેક પ્રકારની વિષમતા અને વિચિત્રતાની અજાયબીઓથી ભરેલે આ સંસાર છે. એક જ છોડમાં રમણીય ગુલાબ પણ છે અને અણીદાર કાંટા પણ છે. એક પથ્થર કાળો છે તે બીજે પથ્થર હીર તરીકે લાખમાં ખપે છે. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય મનુષ્ય સુધી ચારે ગતિમાં સર્વત્ર આ વિષમતા પ્રસરેલી છે. એનું એક કારણ છે–“કર્મસત્તા”. કદાચ કોઈ આને કિસ્મત, કેઈ ભાગ્ય, કોઈ નશીબ, કોઈ કુદરત, કોઈ પ્રકૃતિ અલગ–અલગ નામથી સંબોધતા હશે. ભલે ગમે તે નામે કહે પરતુ કર્મ સત્તા માન્યા વગર છૂટકો નથી. નળ અને દમયંતી જેવા પતિ-પત્નીને 14 વર્ષને વિગ સહન કરે પડ્યો. મહાસતી અંજના અને પવનને 22 વર્ષને વિયેગ બહુ આકરો લાગે. રાજ્યાભિષેકના મુહૂર્ત મર્યાદાપુરુષોત્તમ રામચંદ્રજીને 14 વર્ષ માટે વનવાસ જવું પડ્યું. મહાસતી સીતાજીની પણ અગ્નિપરીક્ષા થઈ, પરમાત્મા મહાવીર જેવાને પણ કાનમાં ખીલા ઠોકાયા, ગોશાલાએ તેજલેશ્યા મૂકી...અરે! સાધુ મરીને ચંડકૌશિક સાપ થયા, અરે ! સાધ્વી મરીને ગોળી થઈ. આ બધાને ઉત્તર એક જ વાકય આપે છે-“કર્મ તણું ગતિ ન્યારી...”. ઘાંચીના બળદની જેમ જીવ અનાદિ–અનન્તકાળથી કર્મના અજબ ચકરાવામાં પરિભ્રમણ કરી રહ્યો છે-“કર્મ નચાવે તિમ હી નાચત...” માણુ જેવી સતી કોઢીયા પતિ સાથે પાણીને પણ સુખી થઈ, મહારાણી થઈ; શ્રીપાલ મહારાજા બને. જ્યારે મયણની બહેન સુરસુંદરીને પિતાએ ધામધૂમથી રાજકુમાર સાથે પરણાવી છતાં પણ જંગલમાં લૂઈ ગઈ,