________________ પ૭ કહે છે કે એથી શક્તિ મળે છે! શું આ શરીર એજીન જેવું છે? એજીનમાં કેલસ ને પાણી નાંખીએ અને ધુમાડે નીકળે એટલે ચાલે. તમારે ય ધુમાડો નીકળે એટલે શક્તિ આવે ?! એક નગરવાસીને ત્યાં ગામડેથી મહેમાન આવેલ. રાત્રે અંધારાને સમય. નગરવાસી પથારીમાં ય સિગરેટ સળગાવીને ધુમાડા કાઢે. ગ્રામજનને થયું, આ ગાદલામાંથી ધુમાડા નીકળે છે ! આગ લાગી લાગે છે. એ તે ઊડ્યો, પાણીનું માટલું લાવીને રેડ્યું પેલા ધુમાડા પર. નગરવાસી ‘હાં હાં કરતે ઊભું થઈ ગયે... અરે ! આ શું કર્યું? ગ્રામજન કહે : ધુમાડે નીકળતું હતું એટલે આગ ઠારું છું. એ કઈ શક્તિ છે જે આપણને ચલાવે છે? કેઈક શક્તિ છે તે ખરી જ, નહીંતર સંસારમાં સુખદુઃખની આવી વિષમતા ન હતા. ભગવાન મહાવીરસ્વામીના સમ્યક્ત્વ પ્રાપ્તિ પછીના 27 ભવના જીવન પર નજર નાંખે. એ પહેલાંના તે અનંતા ભંવ, એની તે વાત જ ન થાય. પણ 27 ભવ પર નજર નાંખીશું તે જણાશે કે ભગવાન પણ ઓછા દુ:ખી થયા નથી ! બબ્બે વાર નરકે ગયા છે. ભગવાનના કાનમાં પણ ખીલા ઠેકાયા છે. એનું કારણ શું? કારણ તે હોય જ, કેઈને કેઈ નિમિત્ત તે નીકળે જ.. દૂધ પીધું ને ઝાડા થયા. એમાં દૂધ નિમિત્ત છે.