________________ 47 એકડા વિનાના મીંડાની કિમત કેટલી? પણ એકડા ઉપરના મીંડાની કિંમત દશગણી. આવર્ત એક ચક જીવે આવા અનંત આવર્ત કર્યા છે. એટલે જ અનંત પુદ્ગલપરાવર્ત કાળ ગણાય છે. એમાં ચરમાવત છેલ્લું ગણાય. જીવ એકેન્દ્રિયમાંથી બેઈન્દ્રિયમાં જાય. મનુષ્યભવ પણ પામે, માર્ગાનુસારી બને ધર્મને અનુસરવાની પૂર્વભૂમિકા સર્જાય. એ ફકીર બને, બાવો બને. એમ કરતાં આગળ વધતાં એની ભવિતવ્યતાને કારણે એને સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં એને અર્ધપુદ્ગલપરાવર્ત કાળ બાકી રહે. એ આત્માને દેવ, ગુરુ અને ધર્મ પર શ્રદ્ધા જાગે. ધર્મને અનુસરવાની વૃત્તિ જાગે. એ આત્મા મોક્ષે ગયે નથી પણ મેક્ષ નકકી થઈ ગયે. અર્ધપગલપરાવર્ત કાળ પછી જીવ મેક્ષે જવાને. આમ છતાં ભવચક ફરે છે કેમ? એનું મૂળ કારણ શું? એનું કારણ આપણે શેધવાનું છે. કિમત, ભાગ્ય એ શું છે? કેણ છે? ભાગ્યવિધાતા, લખ્યા લેખ લલાટે એવું બધું કઈ કંઈ કહે, કેઈ કંઈ કહે, કેઈ ઉપરવાળે બેઠે છે એમ કહે પણ આપણે મંથન કરીને એનું મૂળ શોધવું છે. જીવ શા કારણે રખડવા તૈયાર થાય છે? એ કઈ પ્રબળ શક્તિ છે? તેને શેધવા આવતા રવિવારે ફરીથી... કર્મ તણું ગતિ ન્યારી.