________________ નાના ભાઈએ પૂછ્યું મહારાજ ! અમારા બેના ભવ તે તમે કહ્યા પણ અમારામાંથી પહેલું મે ક્ષે કણ જશે? ભગવંતે કહ્યું : અસંખ્યાત ભવવાળે. નાને ભાઈ કહેઃ મને પહેલાં કીધું હેત તે? ભગવંતે કહ્યું : તું તે સાત જ ભવ કરવાનો છે ને ? પણ એક એક જન્મ ઉત્કૃષ્ટ-મોટા આયુષ્યવાળા ભોદાખલા તરીકેસાતમી નરકને ઉત્કૃષ્ટ આયુષ્યકાળ 33 સાગરોપમને. પિલા મોટાભાઈના અસંખ્યાત ભવ. અને તેમાં પણ ચારેય ગતિમાં ભટકવાનું. પરંતુ તારા સાત ભવના કાળમાં તે આ મોટે ભાઈ નાના-નાના અસંખ્ય ભવે કરી નાખશે. પાણીના ટીપામાં અસંખ્ય જીવ કે જેનું આયુષ્ય માત્રા અંતમુહૂર્ત જેટલું. મરૂભૂમિને આત્મા મેલે ગયે જ્યારે કમઠને આત્મા તે હજી પણ સંસારમાં રખડે છે. ભગવાન પર ઉપસર્ગ કરનાર સંગમદેવને જીવ પણ હજુ સંસારમાં જ રખડે છે. સંસારમાં પરિભ્રમણનું ચક્ર ગજબનું છે. તિર્યંચમાં અહિંસક જન્મ મળે તે ગાય, ઘેડે, હાથી, ઊંટ, બકરી, કબૂતર, બળદ પણ બને. માણસ મૈત્રી કરે છે તે પણ અહિંસક તિર્યંચ સાથે જ. હિંસક સાથે મૈત્રી નથી કરતે. સિંહ સાથે મૈત્રી કરે છે? અહિંસક ભવમાંથી પુનઃ મનુષ્યભવ પણ મળે. મનુષ્યને જીવ પણ નિગદમાં જાય અને ત્યાં તે પાછું એકડે એકથી ઘૂંટવાનું. આ રીતે અનંત કાળ વીતે છે.