________________ 43. કે જે દિવસે સમ્યક્ત્વ થાય તે જ દિવસે જીવને મોક્ષ પણ નક્કી થઈ જાય છે. આ સમ્યત્વનું મહાન ફળ .. હવે મેક્ષ જવા માટે ફક્ત અર્ધપુદ્ગલપરાવર્ત કાળ જ બાકી રહ્યો. અનંત પુગલ પરાવર્તમાંથી માત્ર અર્ધ પુદ્ગલપરાવર્ત ઉપર આવ્યો. અર્ધપગલપરાવર્તમાં ભલેને અસંખ્ય ભ થાય પરંતુ એટલા જ કાળમાં મેક્ષ તે અવશ્ય કેસ. ધન્ય છે પ્રભુ તુજ શાસન ! બલિહારી જાઉં પ્રભુ તારી. नमोऽस्तु तस्मै तव शासनाय च / તંદુલીયા મલ્યની વાત યાદ છે ને? મગરમચ્છની આંખની પાંપણના ખૂણામાં એક નાના ચેખાના દાણા જે તંદુલી ભરાઈ ગયે. એનું આયુષ્ય ફક્ત અંતમુહૂર્તનું. મગરમચ્છ જ્યારે પાણી પીએ ત્યારે એની સાથે અનેક માછલાં પણ એને મુખમાં જાય. પરંતુ એ મુખ બંધ કરે ત્યારે દાંતના પિલાણમાંથી ઘણું નાનાં માછલાં સરકીને બહાર જતા રહે. આ જોઈને પિલે તંદુલીયે મત્સ્ય વિચારે છે કે આ મગરમચ્છને કઈ ગતાગમ નથી. આ બધાં નાનાં માછલાં બહાર નીકળી જાય છે. એને ઠેકાણે હું હોત તે એક પણ માછલાને મુખમાંથી બહાર જવા ન દેત. એનું પરિણામ કેવું? તિર્યંચ ગતિમાંથી સીધે સાતમી નરકે ગયે. તમે બધા બોલે છે ને કે તારે ઠેકાણે જે હું હેત તે.... માનવી ભલે ક૯પનાના ઉડાણમાં શેખચલ્લીની જેમ ગમે તે. વિચાર કરે પરંતુ એ વિચાર પ્રમાણે જ પાપકર્મ બંધાય છે. જે ભેગવવું પડે છે.