SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ 38 બાકી નિગેદમાંથી નીકળી ભવભ્રમણ કરી પાપ કરી પુનઃ નિગેદમાં પાછા ફરેલા વ્યવહારરાશિવાળા નિગદીઆ જીવની ગજબની અકામ નિર્જરા અને ભવિતવ્યતા હોય તે જ એ બહાર નીકળી શકે. બાકી, ત્યાંથી બહાર કાઢવાની બીજા કઈ મહેનત કરે નહીં. તમે કેમ પાછા આવ્યા? આવ્યા તે ભલે આવ્યા. રહે અહીં નિરાંતે. અરે! નરકમાં ય ન ગમે તેને નિગદમાં ક્યાંથી ગમે? પરંતુ નિગદમાંથી તે નીકળવાની ઈચ્છા હોય તેય નીકળાય નહીં. પરંતુ ધારે કે મહાપ્રયત્ન નીકળી શક્યા, તે એને બધું ફરી એકડે એકથી ભમવાનું બધી જ ગતિમાં રખડવાનું. સાત વિષયની પરીક્ષા આપનાર છમાં પાસ થાય તે તેને બીજે વર્ષે એક જ વિષયની પરીક્ષા આપવાની જોગવાઈ હોય છે એવું અહીં નથી. મને મુંબઈમાં એક ભાઈ કહેઃ સાહેબ! 19 વાર સી. એ. ની પરીક્ષામાં નાપાસ થયે છું. હવે આ ૨૦મી વાર પાસ થાઉં એ વાસક્ષેપ નાંખે ને ? મેં કહ્યું : પહેલાં તે તને ધન્યવાદ આપવાના છે કે તું 19 વાર પરીક્ષામાં બેઠે. એટલે પાસ થવાની ઈચ્છા છે. બાકી બીજે તે કંટાળી જાય અને પરીક્ષામાં બેસવાનું છોડી જ દે. એટલે નિગેદમાંથી બહાર નીકળવાની ઈચ્છા જ છેડી દે છે? પણ ત્યાં ગમે તેવું જ નથી. આ જગતમાં કઈ જાતિ, કુલ, ક્ષેત્ર કે ઉત્પત્તિસ્થાન એવું નથી કે જ્યાં અનંતીવાર જન્મમરણ થયાં ન હેય. એક બે વાર નહીં, અનંતીવાર ! એક અસત્ ક૯પનાએ જીવને ભૂતકાળના અનન્તા ભાની ગણતરી કરીએ.
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy