________________ 33 દેડકાના મનમાં ભગવાનના દર્શનની ભાવના હતી. એ તળાવમાંથી બહાર નીકળ્યો. રસ્તા પર આવ્યા. મહારાજા શ્રેણિકના સૈનિકે પણ ધર્મના પરિણામવાળા હતા. એમને થયું કે આ બિચારે દેડકે ક્યાંક ઘેડાના પગ નીચે કચડાઈ જશે. એટલે ઊંચકીને એને તળાવમાં મૂકી આવે છે. દેડકે પાછો આવે છે. સૈનિકે પુનઃ તળાવમાં મૂકી આવે છે. આમ ત્રણ વાર થયું. સિનિકો કંટાળ્યા. ચેથીવાર દેડકે તળાવમાંથી કૂદીને ભગવાનના દર્શનની ભાવના સાથે બહાર આવ્યું કે તરત જ ઘેડાના પગની એડી નીચે કચડાઈ ગયે. એ દેવગતિમાં ગયે. કહ્યું છે ને ? दर्शनं देवदेवस्य, दर्शनं पापनाशनं / दर्शनं स्वर्गसोपान, दर्शनं मोक्षसाधनं // શ્રેણિક મહારાજા ભગવાનના સમવસરણમાં જતા હતા, તે પહેલાં દેડકે મરીને તિર્યંચમાંથી સ્થળે પહોંચ્યો ! સ્વર્ગમાં આપણું મનુષ્યજન્મ જેવી સાડા નવ મહિનાની ગર્ભાવસ્થાની વ્યવસ્થા નથી. સ્વર્ગનો જન્મ ઉપપાત જન્મ કહેવાય. સ્વર્ગમાં જન્મતાં જ એ અહીંના 16 વર્ષના રાજકુમાર જે હેય. ત્યાં તો તરત જ એને ઈન્ટરવ્યુ લેવા. સ્વર્ગના દેવદેવીઓ દેડકાના જીવને પૂછે કે : તમે કેમ આવ્યા છે ? તમે શું કર્યું હતું કે અહીં આવ્યા ? સ્વર્ગમાં જન્મતાં જ અવધિજ્ઞાન પ્રાપ્ત થાય, એટલે દેડકાના જીવને આ વિચારતાં અવધિજ્ઞાન થયું. પૂર્વજન્મનું મરણ થયું. પિતે દેડક હતા અને ભગવાનના દર્શનની ભાવના હતી. એ વાત પૂછનારને કહી એટલે દુર્દશંકદેવ બની થયે.