________________ 32 દેવગતિમાંથી નીકળેલા જીવની બે જ ગતિ તિર્યંચ અને મનુષ્ય. નરકગતિમાંથી નીકળેલા જીવની પણ બે જ ગતિ. તિર્યંચ અને મનુષ્ય. તે પ્રશ્ન એ થાય છે કે દેવગતિમાંના અને નારકી ગતિમાંથી નીકળેલા બધા જ જીવ શું મનુષ્ય જ બનવાના ? ના, એવું નથી. એમાંથી 99 ટકા તિર્યંચગતિમાં જાય છે, લાખ કરોડે જીવમાંથી એક છવ મનુષ્યભવમાં આવે. એમ કરતાં કરતાં જીવ રખડ્યા જ કરે. દેવગતિ, નરકગતિ, તિર્યંચગતિ અને મનુષ્યગતિ. મનુષ્ય માટે જવાનું ચારેય ગતિમાં. તિય અને માટે પણ જવાનું ચારેય ગતિમાં. તિર્યંચ દેવલેકમાં પણ જાય! ચંડકૌશિકને આત્મા સમજી ગયે, મનને વાળી લીધું. 15 દિવસનું અનશન લઈ કમ ખપાવવા બેઠે. ખૂબ સમતા રાખી પિતાના પાપનું પશ્ચાત્તાપપૂર્વક પ્રાયશ્ચિત્ત કરી આઠમા દેવલેકે ગયે, સાતમી નરકનો અધિકારી જીવ આઠમા દેવલોકમાં પહોંચી ગયે. આ સામાન્ય વાત નથી. એક સાપ જે લાકડામાં બળતું હતું. કમઠ પંચાગ્નિ તપ કરી રહ્યો હતે. - ભગવાન પાર્શ્વકુમારે સૈનિકોને નવકાર સંભળાવવાનું કહ્યું. નવકાર સાંભળી સમાધિમાં મૃત્યુ પામેલ સાપ નાગરાજ ધરણેન્દ્ર થયે. શ્રેણિક મહારાજા ભગવાનના દર્શને જતા હતા તે વરઘોડામાં જોડાવા દેકે આવ્યું હતું ને?