SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ બાંધેલે અનન્તાકર્મીની ભયંકર સજા–અને દુખે વગેરે જીવે અનન્તી વાર ભેગવ્યાં. અનન્તી વાર જીવનરક-તિયે ચની ગતિમાં ભટકી આવ્યા . ક્યાં ય જીવને સુખ-શાંતિ નથી મળી. " ચારે ગતિના પરિભ્રમણ પછી હવે આ અંતિમ મનુષ્યને ભવ મળ્યો છે. આ જ એક એવો ભવ છે કે જે ભવ થકી જીવ મોક્ષ સાધી શકશે અને જે મનુષ્યને ભવ પણ હાથમાંથી ગુમાવી દીધે તે પછી દુર્લભ એ માનવજન્મ ફરી મળશે કે કેમ? અને કદાચ માનવજન્મ મળશે; પરન્તુ આર્યકુળ, આર્યક્ષેત્ર, જિન ધર્મ, ધર્મશ્રવણ, ધર્મશ્રદ્ધા, અને ધર્મઆચરણ આ બધું મળશે કે કેમ. અને નિર્જરા થશે કે કેમ? એ જ એક પ્રશ્ન છે? અને એ બધાં એક એકથી પરમ દુર્લભ છે. માટે મળેલા આ મહામૂલા માનવજન્મને સાર્થક કરીએ.. અને સર્વ પાપકર્મના ક્ષયની સાધનાને સાધી સાધ્યને પામીએ. સવ્વપાવપણુણે અને નિજર - સર્વ પાપકર્મને નાશ કર... ક્ષય કર, ખપાવવા એ જ નિર્જરા છે. અને નિર્જરા એ જ એક માત્ર મેક્ષ મેળવવાને ઉપાય છે. કર્મનિર્જરા સિવાય મેક્ષ મળતું જ નથી. પરંતુ નિર્જરા કરવા પહેલાં સંવરની આવશ્યકતા પડે છે. જેમ ઝાડુ કાઢવા પહેલાં બારી-બારણાં બંધ કરીએ છીએ, જેથી ન આવતે કચરે અટકે અને પછી ઝાડુ કાઢીએ એટલે જૂને કચરે નીકળે. એ જ પ્રમાણે સંવરધર્મની આરાધના કરતાં, નવા કર્મો આવતાં અટકે અને નિર્જરા કરવાથી જૂનાં કર્મો ખપે, અને કર્મો ખપશે, તે જ મેક્ષ મળશે. પ્રશ્ન–જે નિર્જરાથી જ મોક્ષ મળે છે તે નિર્જરાને જ સાધ્ય માનીને મેક્ષ ન ગણી શકાય ? મેક્ષતાવ જુદું કેમ પાડયું?
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy