________________ 439 પતિના મૃત્યુના વિચારથી પત્ની મૃત્યુ પામી તુરંગપુર નગરમાં નરવર નામના રાજાના ભાનુ નામના મંત્રી હતા. તેમની પત્ની સરસ્વતીને પતિ ઉપર ગાઢ સ્નેહ હતે. ઘડીભર પણ પતિને વિગ સહન કરે આકરે લાગતું. પરંતુ પતિ તે રાજાના મંત્રી હતા. રાજકાર્યમાં જવું તે પડે જ. એક દિવસ રાજા મંત્રીને લઈને જંગલમાં શિકાર કરવા નીકળ્યા. મંત્રીને પત્નીને ગાઢ સ્નેહની પરીક્ષા કરવાનું મન થયું. એટલે કઈ પ્રાણીનું લેહી રાજાએ મંત્રીના કપડાં અને મંત્રીના ઘેડા ઉપર લગાડીને ઘેડાને મંત્રીના ઘરે મોકલી આપે. ઘેડે મંત્રીને ઘરે આવ્યા. સરસ્વતીએ ઘરના દરવાજે ઘડે છે, અને પતિનાં વસ્ત્રો જોયાં. લેહીથી ખરડાયેલાં હતાં. અને પતિ તે નથી. એટલે સરસ્વતીએ વિચાર કર્યો કે નક્કી મારા પતિને કઈ સિંહાદિકે મારી નાખ્યા લાગે છે, ફાડી ખાધા લાગે છે. અરે રે! . હાય રે! પતિનું મૃત્યુ?..બસ, એ કપડાં અને ઘોડા ઉપર લેહી જોતાં જોતાં એને ખૂબ આઘાત લાગ્યો અને ત્યાં ને ત્યાં મૃત્યુ પામીને મરી ગઈ. રાજા અને મંત્રી ઘરે આવ્યા. રાજાએ કહ્યું, “આજે તમારી પત્નીની પરીક્ષા કરી..!” પરંતુ પત્ની તે મૃત્યુ પામી ગઈ હતી. હવે શું થાય? પરીક્ષા ભારે પડી. આ સ્નેહના પરિણામે ઉપક્રમ નડ્યો અને આયુષ્ય તૂટી ગયું. એક પરદેશ ગયેલા પતિ તુરંત ઘેર આવ્યા. પરંતુ પત્નીને જોઈ નહીં એટલે એક પતિ પત્નીને મેહમાં મૃત્યુ પામ્યા. * એક મા-બાપને એકને એક કરે હતે. મેટી ઉંમરે લગ્ન પછી 20 વર્ષે સંતાનની પ્રાપ્તિ થઈ હતી... પરંતુ કર્મતણી ગતિ ન્યારી...એક વખત અચાનક બાળક સંજોગવશ માર્ગના અકસ્માતમાં મૃત્યુ પામ્યો. આ સમાચાર બીજા છોકરાઓએ ઘરે આવીને કહ્યા, ત્યાં તે માતાનું મૃત્યુ થઈ ગયું.