________________ 430 સમજાવી... પરંતુ ભારેકમ જીને કેવળજ્ઞાનીની દેશના પણ ક્યાંથી ગળે ઊતરે?! મુનિ મહાત્મા તે સર્વ કર્મ ખપાવી. મેક્ષે ચાલ્યા ગયા. થડે વિચાર કરે! વસુભૂતિમુનિને તે એક જ ભવ, પરન્તુ તેટલા કાળમાં તે ભાભીએ કેટલા ભવ કર્યા? વસુભૂતિ મુનિને એક ભવ જમ મક્ષ --ભાભીના ભ - કમળશ્રી | કૂતરી વાનરી હિંસલી વ્યંતરી આ પ્રમાણે ભાભી તે હજી કેટલાય ભવમાં ભટકતી રહેશે. પરંતુ મુનિ વસુભૂતિ તે આયુષ્યકર્મ પણ ખપાવી (આઠેય કર્મો ખપાવી) અક્ષયસ્થિતિનું સિદ્ધિગતિનું સ્થાન સદા માટે પામી ગયા. આયુષ્યબંધના અધ્યવસાય મરતી વખતે ઘડી પહેલાં આયુષ્યબંધ સમયે જેવા અધ્યવસાય હોય તે પ્રમાણે આયુષ્ય બંધાય. ઉપર કહેલાં ચારેય ગતિ યંગ્ય આયુષ્યબંધનાં કારણે સ્પષ્ટ છે. તેમાંથી જેને જે હોય તે પ્રમાણે તેનું તે ગતિ એગ્ય આયુષ્ય બંધાશે. માટે જ કહ્યું છે કે –“યથા મતિઃ તથા જતિ:” જેવી મતિ હોય છે તેવી ગતિ પ્રાપ્ત થાય છે. આયુષ્ય સંપૂર્ણ ભવમાં એક જ વાર બંધાય છે. જ્યારે બીજા સાતેય કર્મો દર સમયે-સમયે બંધાય છે. આયુષ્ય તીવ્ર સંકિલષ્ટ અધ્યવસાયમાં બંધાય છે. અને અંતર્મુહૂર્ત પ્રમાણ કાળ સુધી