________________ 428 * પરતુ “કામm તૈa mતિ નીતિકાની આ વાત બિલકુલ બેટી નથી લાગતી. માયા-કપટની અવતાર એ સ્ત્રી જાતિ પિતાની કામપીડા શાન્તકરવા બધું જ કરી છૂટવા તૈયાર, બધી જ રમત એને રમતાં આવડે. એને તે અવસર જોઈ બધા નાટક રમવા માંડ્યાં. પરંતુ વિરક્ત એવા અડગ દિયરે અન્તમાં વૈરાગ્યને વિચાર કરી ઘર-બાર-સંસાર છોડી દીક્ષા જ લઈ લીધી. બસ, આવા સંસારમાં રહેવું જ નથી. દીક્ષા લઈ સાધુમહાત્મા બની જ્ઞાન-ધ્યાનની સાધના કરતા દૂર દેશમાં વિહાર કરવા લાગ્યા. પરંતુ આ બાજુ ભાભીએ દિયરના મેહમાં ખૂબ આર્તધ્યાન કરીને......અરેરે...!..હાય રે.. આવા સરસ દિયર હાથમાંથી ચાલ્યા ગયા...અરે ! હવે તે એ ક્યાં હાથમાં આવશે? દીક્ષા લીધી એમ ખૂબ આર્તધ્યાનમાં તિર્યંચગતિનું આયુષ્ય બાંધી મરીને કૂતરી થયાં. તિર્યંચગતિમાં પણ સ્ત્રી અવતાર જ મળ્યો. નગરમાં વસુભૂતિ મુનિને ગોચરી માટે ફરતા જોઈને તે કૂતરી મહારાજને વળગી પડી...અને પછી તે પાછળ-પાછળ જ ચાલે; બસ, ખસે જ નહીં. રેજ જવું–આવવું. ઊઠવું-બેસવું, બધું સાથે જ થોડા દિવસ પછી ગામના છોકરાઓ “કૂતરીવાળા મહારાજ " (ાત એટલે કૂતરીના માલિક) એમ કહેવા લાગ્યા.. મહારાજ સમજી ગયા. અવસરે વહેલા કૂતરીને સાથ ભુલાવીને વિહાર કરી ગયા. મહારાજને ન જેવાથી આધ્યાનમાં કૂતરી મૃત્યુ પામી વાનરી થઈ અને વાનરી થઈને પણ તે મહારાજને વળગી, મહારાજની સાથે ને સાથે જ. મહારાજનાં કપડાં ખેંચે. મુનિ મહારાજે વિચાર કર્યો–અરે, આપણાથી તે તિર્યંચજીને સ્પર્શ પણ ન કરાય. અને આ તે કૂતરી ગઈ તે પાછી વાનરી આવી. ગામમાં લોકોના મેઢે પણ બોલાવા લાગ્યું. અરે “વાનરીવાળા મહારાજ...'