________________ 415 ભગવાન–“હે શ્રેણિક ! તમે અહીં જીવે છે ત્યાં સુધી દઢ શ્રદ્ધામાં સમ્યકત્વના ભાવમાં ખૂબ ધર્મારાધના કરે છે અને રાજ્યસુખમાં સુખી છે, પરંતુ મર્યા પછી બાંધેલાં કર્મ પ્રમાણે નરકગતિમાં જવાના છે. માટે તમને કહ્યું કે–ચિરકાળ જીવે.” ભગવાન–અભયકુમાર અહીં જીવે છે ત્યાં સુધી સુંદર ધર્મારાધના કરે છે, સુખી છે અને મર્યા પછી ધર્મના પ્રભાવે સર્વાર્થસિદ્ધ નામના પાંચમા અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થવાના છે અને ઘણું સુખ અનુભવવાનાં છે. માટે કહ્યું કે-“મરે અથવા જી” અને કાલશૌકરિક કષાઈને કહ્યું કે-“ન મર કે ન જીવ” કારણ કે તે અહીંયા જીવે છે ત્યાં સુધી રોજ પ૦૦ પાડાની હિંસાનું ભયંકર ઘેર પાપ કરે છે–અને મર્યા પછી આ ઘેર પાપના કારણે સાતમી નરકમાં જવાનું છે. માટે જ “મરે તે સારું, અને ન મરે તે પણ સારું. પરંતુ બંને તે ક્યાંથી બને? બહુ વિચાર કરવા જેવું છે. આ શબ્દ જે દુર્દરાંક બોલી ગયો છે તે જાદુઈ અસર કરનારા છે. બહુ ગંભીર ચિતન કરે તે સ્પષ્ટ ખ્યાલ આવે છે કે જે કહેવાયું છે તે વ્યાજબી કહેવાયું છે. આ સાંભળતાંની સાથે જ શ્રેણિક જેવા રાજાની આંખો ઊઘડી ગઈ અને ખબર પડી કે “અરે! હું પ્રથમ નરકમાં જવાનો છું.' ભાન આવ્યું, ખ્યાલ આવ્ય. અને શ્રેણિકના જીવનની દિશામાં પલટો આવ્ય, પરિવર્તન આવ્યું. આપણને છીંક આવે ત્યારે ઉપરના ચાર જવાબમાંથી આપણે આપણા માટે કે ઉત્તર વિચારીશું? કયે ઉત્તર આપણને વ્યાજબી લાગે તેમ છે ? બહુ વિચારવું પડશે. અને જરૂર આવું વિચારતાં આત્માને ભાન દશા આવી જાય, આત્મા સચેત-સાવધાન બની જાય. આપણું બાંધેલાં કર્મ પ્રમાણે આપણું ભાવિ કહેવામાં આવે છે. અને તે જ ભવિષ્યકથન આ જ ઉત્તરમાં છે.