________________ છે ? ગમે તેટલી મોંઘવારી હેય પણ ઘરખર્ચમાં કાપ મુકાય નહીં. જે જોઈએ તે લાવવું જ પડે. પેલા શિષ્યને હવે થયું કે એવું કેઈ સ્થાન નથી કે જ્યાં કઈ જોતું ન હોય. એ પાછે ગુરુજી પાસે આવ્યું અને કબૂતરને ઉડાડી મૂક્યું. વડ ગુરુજીને કહ્યું કે ગુરુદેવ! મારે ગાદી જોઈતી નથી. એવી કઈ જગ્યા નથી કે જ્યાં કોઈ જોતું ન હોય. એથી મેં કબૂતર માયું નથી, એને જીવતું છોડી દીધું છે. આપણું જૈનશાસનમાં ભગવાનને ભય નથી, ભવને ભય છે, પાપને ભય છે. જેને પાપને ભય લાગ્યો, ભવનો ભય લાગે તે જીવ પામી ગયે. હું તમને સૌને પૂછું છું. - જવાબ આપવો હોય તે આપજે. તમને પાપનો ભય છે? કે પાપ કરતાં પકડાવાને ભય છે? સભાઃ પાપ કરતાં પકડાવાને ભય છે. જે માનવીને પાપનો ભય હોત તે બીજી વાર પાપ કર્યું ન હત. કેઈ જોતું નથી એટલે પાપ કરીએ, તે પણ પાપની અસર તે થાય જ' *