________________ ' 390 મનુષ્યગતિ << 1 2 -- દેવગતિ તિર્યંચગતિ* 4 _| | >> નરકગતિ છે આ ચાર ગતિમાં વહેંચાયેલા છે. તે જીવ ગતિ પ્રમાણે આયુષ્ય બાંધે છે. તે તે ગતિમાં તે તે શરીરમાં રહેવાને કાળ વિશેષ-તે આયુષ્ય. જેના વડે જીવ વિવક્ષિતભવમાં અમુક કાળ પર્યન્ત ટકી શકે છે તે “આયુષ્ય” કહેવાય છે. અથવા વિવક્ષિતભવમાં જેટલા કાળ સુધી જીવ રહે તે “આયુષ્યને કાળ' કહેવાય છે. આયુષ્યકમ-સંસારમાં જ અનંતા છે. અનંતા જીના જન્મ-મરણ સંસારમાં સતત ચાલ્યા જ કરે છે. જ્યાં જન્મ-મરણ સતત ચાલે તેનું જ નામ સંસાર અને જ્યાં જન્મમરણ નથી તેનું નામ છે મેક્ષ. મુક્ત થયા પછી આત્માને ફરીથી જન્મ લેવો નથી પડતે, પાછું સંસારમાં આવવું જ નથી પડતું. પુનરાવૃત્તિ” મેક્ષને અર્થ એ થયો કે આત્માએ આ જન્મમરણની જંજાળમાંથી પણ સદાના માટે છૂટવું જોઈએ. અને જ્યાં સુધી નથી છૂટ્યા ત્યાં સુધી સંસારમાં જ છીએ, માટે જ જન્મ-મરણને કમ સતત ચાલુ છે. સંસાર આપણને નથી છેડવાને, આપણે જ સંસાર છોડ પડશે. ભૂતકાળમાં અનંતા જન્મ જીવે કર્યા, અને સંસારમાં અનંતીવાર મર્યા પણ ખરા. શું હજી સુધી આ જન્મ-મરણના ચકથી કંટાળો આવ્યો છે કે નહીં? ઘરમાં રોજ એકની એક વસ્તુ રોટલી ખાવી પડે તે પણ કંટાળો આવે છે? પરંતુ એ કંટાળે ખાવાને છે કે રોટલીને છે? ખાવાને નથી, વસ્તુને છે, જેટલી છે. હવે જે વસ્તુની વાનગી ફેરવીને આપવામાં આવે તે ચાલે એમ છે.