________________ 385 અને જ્યાં આ લૂખે ટલે? અરે! લૂખે ટલે હું ખાઉં? મારાથી ખવાય? પરંતુ ભિક્ષુકના આગ્રહથી રાજાએ ટુકડો ખાધે, અને સૂરીલું સંગીત સાંભળવામાં લીન થયે આજે વર્ષો પછી રાજાને ગાઢ નિદ્રા આવી હતી....રાજા સુખેથી ઊંઘી શક્યો હતો... અમાપ ધન-સંપત્તિમાં જે ઊંઘ રાજાને રાજમહેલમાં ક્યારેય નહતી આવી તે રાજાને આજે આવી હતી. - રાજાને એક વાત સમજાઈ ગઈ સુખ-શાંતિ ધનસંપત્તિમાં નથી, ભેગવિલાસમાં નથી, પરંતુ આ કંઈક જુદી જ વસ્તુ છે. ઉપાધ્યાયજી મહારાજ તે ફરમાવે છે કે નિઃસ્પૃહ એવા ત્યાગી સાધુને જે સુખ છે તે બીજા કેઈને પણ નથી. બત્રીશ લાખ વિમાનને અધિપતિ ઈન્દ્ર પણ સાધુ મહાત્માઓને નમસ્કાર કરીને સિંહાસન ઉપર બેસે છે. देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो / દેવતાઓ પણ તેને નમસ્કાર કરે છે, જેના મનમાં સદા ય ધર્મ વસે છે. માટે જે દુન્યવી-સંસારી સુખ માટે જીવે પ્રયત્ન કર્યો છે. હવે બહુ સમજીને એ પ્રયત્ન છેડીને સાચી દિશામાં લાગવું જોઈએ. “અરે નારે નથિ કુર્દ વદ-વે-ઘરે”... जाणतो इह जीवो न कुणइ जिणदेसियं धम्मं // “આધિ-વ્યાધિ-ઉપાધિ અને વેદનાથી ભરેલા આ સંસારમાં સુખ બિલકુલ નથી એવું જાણવા છતાં પણ છે જિનેશ્વર પરમાત્માના કહેલા ધર્મની આરાધના નથી કરતા. ખરેખર! બહુ દુઃખની વાત છે.. - ત્યાગમાં સુખ છે, રાગમાં દુઃખ છે.