________________ 383 આપણે જીવીએ છીએ. વસ્તુ હોય તે આપણે સુખી અને વસ્તુ ન હોય તે આપણે દુઃખી, ગાડી, ફીજ, ટી. વી રેડિયે, વગેરે સાધનેમાં આપણે સુખ માન્યું છે. અને માટે તે સાધને હેવાં જ જોઈએ. તે હોય તે જ આપણે સુખી. માટે વસાવ્યા, રાખ્યા. પરતુ પાછળ નજર કરીએ તે ટી. વી. ના કારણે લાખ બાળકે આંધળા થઈ ગયા. આ કેવું આખી જિન્દગીનું દુઃખ આવી પડ્યું? સંસારનાં સુખે ખરેખર સુખ નથી. તે તે માત્ર સુખાભાસ છે. દુઃખો જ છે. દુખોની જ અવસ્થાને આપણે સુખ માની લઈએ તે પછી ક્યાં પ્રશ્ન રહ્યું. વિચાર કરે છે ...એક માણસ પાસે કંઈ જ નથી ... સાવ ભિખારી છે . ખાવાની પણ તકલીફ છે. ભાગ્યે સાથ આપે નસીબે જેર કર્યું અને તેને પાંચ લાખની લોટરી લાગી..... અહા...હા...કે રાજી થયેકે ઊછળ્યો ગાંડા જે થઈ ગયે...બસ, એને આનંદ એનો હર્ષ સુખ સમાતું જ નથી ઊછળે છે, નાચે છે...મજા કરે છે. ભાગ્યયોગે . પુરુષાર્થ કર્યો... હવે તે લક્ષાધિપતિની શ્રેણિમાં નામ નંબર આવ્યું. બસ, આનન્દનો પાર નથી શેખચલીના વિચારો કરે છે... મહેલ બંધાવીશ...લગ્ન કરીશ ...વગેરે સેંકડે હવાઈ તરંગે એના મનમાં ઊઠવા માંડ્યા. પરન્તુ નસીબે યારી ન આપી...ભાગ્ય પલટે ખાય છે અને નુકશાનને ભારે ફટકો પડ્યો. પાંચ લાખનું ભારે નુકશાન થઈ ગયું ... થાય. એમાં કોઈ આશ્ચર્ય પણ નથી. આવેલું જ જાય છેને? પરતુ. વિચાર કરે.ગયા કેટલા? પાંચ જ ને દશમાંથી પાંચ ગયા છે તે હજી બીજા પાંચ લાખ તે બચ્યા જ છે ને?