________________ 373 પ્રભુ તે જન્મથી ત્રણ જ્ઞાનના ધણી છે. એટલે જ્ઞાનથી જાણીને સમભાવમાં શાંતચિત્તે સ્થિર ઊભા રહ્યા છે. બહુ સારું થયું કે આ કર્મ ઉદયમાં આવી ગયું નહીંતર આ કર્મ જે ઉદયમાં ન આવ્યું હોત તે અને ન ખપ્યું હેત તે કેવલજ્ઞાન ન થાત. આ કર્મ બાધક બનત. માટે પ્રભુ એને સારું માનતા હતા. - પરમાત્મા મહાવીરે તે જાણીને અનાર્ય એવી વજભૂમિમાં લાટપ્રદેશમાં પણ વિહાર કર્યો. જેથી વધુ ઉપસર્ગો થાય અને જલદીથી સહન કરું અને કર્મો ખાવી શકું. - કાનમાં ખીલા ઠેકાયા અને ખીલા પાછા કઢાયા પણ ખરા. ખીલા કાનમાં ઠેકતા બંને ખીલાના છેડા અંદર સામસામે મળી ગયા અને કાઢવામાં આવતાં , માંસના લેચા સાથે લેહીની પિચકારીઓ સાથે એ ખીલા બહાર નીકળ્યા. કેટલી તીવ્ર વેદના થઈ હશે...આપણે તે કલ્પના પણ કરી ન શકીએ. છતાં પણ પ્રભુએ એ સર્વ સમભાવે સહન કરી. અને સર્વ ઘનઘાતી ચારેય કર્મો ખપાવી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. ' આવી જ તીવ્ર અશાતા ભગવંતને ગોશાલાએ મૂકેલી તેજે. લેશ્યા વખતે સહન કરવી પડી. ગોશાલાએ મૂકેલી તેજલેશ્યાના કારણે ભગવંતને 6 મહિના સુધી લેહીના ઝાડા થયા. પ્રભુએ આવી પારાવાર વેદનાને પણ સહન કરી... પ્રભુ તે મેક્ષે ગયા પણ ગોશાલાનું શું થયું ? - મુનિરાજની નિંદા કીધ રે, મુનિ સંતાપ્યા બહુવિધ રે. રાજા દેવસેનાભિધ રે, એક સરિયશતક પ્રસિદ્ધ રે ! - શ્રી શુભવીર મહારાજા વેદનીયકર્મની પૂજામાં ઉલ્લેખ કરતાં જણાવે છે કે શ્રી ભગવતીસૂત્રમાં જેનું વર્ણન કરવામાં આવ્યું છે એવા ગશાલાની આ વાત છે.