________________ 371 ચામડીનું ખરજવું થયું હોય છે તે વર્ષો સુધી મટતું નથી અને પીડા સહન કરવી જ પડે છે. કેઈને વર્ષો સુધી માથું દુઃખતું હોય છે. તે કઈ કેન્સર જેવી જીવલેણ રોગની પીડાથી વર્ષો સુધી રિબાય છે, પીડાય છે. હાય હાય કરતાં પણ દુઃખ મટતું નથી. નવાં કમ ન બંધાય તેનું ધ્યાન રાખવા જેવું છે. અશાતાદનીયકર્મના ઉદયે ઘણું જ દુઃખને સહન નથી કરી શક્તા. દુઃખ જ્યારે અસહ્ય બની જાય છે ત્યારે ઘણું બિચારા હાય હાય . કરતા હોય છે, કષાયમાં આવી જેમ-તેમ બોલતા હે છે. પરંતુ શાસ્ત્રકાર ભગવંતે તે એમ જણાવે છે કે દુઃખ અશાતા ઉદયમાં આવે ત્યારે રાજી થવા જેવું છે. રાજી એટલા માટે થવું જોઈએ કે.. બહુ સારું થયું. આ એક કર્મ હૃદયમાં તે આવી ગયું અને હવે તે ઉદયમાં છે એટલે ભગવાય છે. આ કર્મ આત્માથી છૂટું પડીને ખપી રહ્યું છે. માટે અશાતા કે દુઃખના ઉદય સમયે હાય.. હાય...કરીને આદયાનમાં વધારે નવાં કર્મ ન બંધાઈ જાય તેની ખૂબ કાળજી રાખવા જેવી છે. કારણ કે હાય..હાય.. કરવાથી કંઈ દુઃખ કે રેગ ઓછા થવાના નથી. વેદના મટવાની નથી. એવા સમયે તે વધુ ધીરજ રાખવી જોઈએ. હાય હાય કરવા કરતાં હોય હાય કરીએ તે વધારે સારું. જીવને સમજાવી લઈએ. હાથ, ભાઈ! હાય...આ તે તારાં જ બાંધેલાં કર્મ છે, પછી શું કામ હાય-હાય કરે છે. રાજી થા, ઉદયમાં આવી ગયા છે. ખૂબ સમતાથી અશાતાને સહન કરવી જોઈએ. . . અને આત્માને સમજાવવું કે હે જીવ! તે પોતે જ આ કર્મો બાંધ્યાં હતાં અને તારાં જ બાંધેલાં કર્મો તને ઉદયમાં આવ્યાં છે.