________________ 370 એક વાર બંધાયેલ વેદનીયકર્મ ઉણથી 30 કડાકડી સાગરપમ કાળ પ્રમાણ આત્મા સાથે સંકળાયેલું રહી શકે છે. જ્યારે જઘન્યથી ઓછામાં ઓછું 12 અંતર્મુહૂર્ત સુધી ( "avri દારામુદૂત વેજ') વેદનીયકમ આત્મા સાથે રહે, ઉત્તરાધ્યયને સ્થિતિ લઘુ, અંતમુહૂર્ત કહાય ! પન્નવણામાં બાર તે, શાતબંધ સંપરાય થોડાક મતમતાંતર સાથે આ વાત બે આગમાં ઘોડા તફાવત સાથે મળે છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં વેદનીયકર્મની જઘન્ય સ્થિતિ 1 અંતમંહતની કહી છે, જ્યારે પન્નવણ સૂત્રમાં આ જ સ્થિતિ 12 અંતર્મુહુર્તની કહેવામાં આવી છે આ વાત શ્રી શુભવીરવિજયજી મહારાજે 64 પ્રકારી પૂજામાં નેધી છે. શાતા અને અશાતાના વિપાકેદયે : બંધાયેલ શાતા વેદનીયકર્મના ઉદયે જીને સુખ-શાન્તિ દેહની તંદુરસ્તી, નીરોગી કાયા વગેરે સુંદર મળે છે. પુણ્યને ઉદય સારે રહે છે. ધન-ધાન્ય–સુખ-સંપત્તિ સાથે દુઃખ-પીડા-વેદનાત્રાસ-રોગ રહિત સારું શરીર મળે છે. માટે જ વ્યવહારમાં પણ એમ કહેવાય છે કે–“આમનું શરીર તે બહુ સારું નીરોગી છે, જનમ્યા ત્યારથી આટલા વર્ષો થયાં હજી સુધી કોઈ દવાની ટીકડી પણ લેવી નથી પડી ગયા ભવમાં સારી જીવદયા, જીવરક્ષા કરી હશે . કોઈને દુઃખ કે તકલીફ નહીં આપી હાય” જ્યારે અશાતા વેદનીયકર્મના ઉદયે રોગી શરીર, ત્રાસ-પીડાવેદના અને રેગથી ઘેરાયેલી કાયા મળે, જેથી દુખે ભેગવવાં પડે. ધન-ધાન્ય-સંપત્તિ–આદિની અનુકૂળ પુણ્યાઈ પણ પ્રાપ્ત થતી નથી. અશાતાના વિપાકેદયે ઘણું અને સંસારમાં જોઈએ છીએ કે તેઓ કેટલી ભયંકર તીવ્ર વેદના સહન કરતા હોય છે! કેઈન