________________ સુખ માત્ર બીજા દેવલેક ઈશાનક૫ સુધી જ છે. કપિપન્ન અને કલ્પાતીતમાં ક્રમશ: જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ સુખ ગજબનું હોય છે. ગમે એટલું હોય પરંતુ સિદ્ધના સુખની સામે તે એક તણખલા જેટલું પણ ન ગણાય. છતાં પણ મનુષ્યતિર્યંચગતિ કરતાં તે મોટા પ્રમાણમાં છે. સ્વર્ગીય દેવકનાં દેવતાઈસુ જેવું જ સુખ મનુષ્યગતિમાં હોય છે. ફરક માત્ર એટલે જ કે તે પ્રમાણમાં નજીવું હોય છે. વિષય-ભેગોજન્ય વિષયિક સુખ, ધન-સંપત્તિ-ઐશ્વર્ય-ભેગવિલાસ, આદિનું સુખ મનુષ્યગતિમાં બહુ અલ્પપ્રમાણમાં હોય છે. દેવતાએની સામે મનુષ્ય પાસે કેટલું? પ્રમાણમાં જોવા જઈએ તે બહુ અપમાત્ર ગણાય. અને મનુષ્ય કરતાં તિર્યંચની ગતિમાં પશુ-પક્ષીઓને સુખ-શાતાનું પ્રમાણ તે કેટલું અ૯૫માત્ર છે તે તે રેજ જોઈને જ કલ્પી શકાય છે. સુખ તે નજીવું નામમાત્ર છે. વિષય-ભેગેજી વૈષયિક સુખ વગેરે તે તિર્યંચગતિમાં પણ છે. પરંતુ દુઃખ ગજબનું છે. પરવશતા, પરાધીનતા, ત્રાસ, વેદના પણ ગજબની છે. * અને તિર્યંચ કરતાં નરકગતિમાં નારકી જીવોને તે સુખશાતાનું નામનિશાન પણ નથી. એક માત્ર દુઃખ-તકલીફ, વેદના અને અશાતા જ ભેગવવાની હોય છે. પરમાધામી કૃત વેદના, ક્ષેત્રકૃત વેદના આદિ ભયંકર તીવ્ર વેદનાનું દુઃખ નરકગતિમાં સહન કરવાનું હોય છે. એટલા માટે દુઃખવેદનાની બહુલતાના કારણે તિર્યંચ અને નરકગતિને દુર્ગતિમાં ગણવામાં આવી છે. અને તેથી જ પાપપ્રકૃતિ, અશુભ પ્રકૃતિ તરીકે ગણવામાં આવી છે. કેઈન ઈચ્છે.