________________ 364 વેદનીય દુઃખરૂપ પ્રતિકૂળ હોય છે. એટલે આ પાપની પ્રકૃતિ છે, અશુભ પ્રકૃતિ છે. ચાર ગતિમાં સુખ-દુ:ખ : ओसन्नं सुरमणुए, सायमसायं तु तिरिअनिरएसु / દેવ-મનુષ્ય-નરકતિર્યંચની ચારે ગતિમાં સુખ-દુઃખના પ્રમાણની વાત કરતા કર્મગ્રંથકાર મહર્ષિ જણાવે છે કે પ્રાય: કરીને દેવતા અને મનુષ્યને શાતાને ઉદય હોય છે. અને તિર્યંચ અને નરકગતિમાં અશાતાદનીય દુઃખનું પ્રમાણ વધારે હોય છે. એટલા માટે દેવ અને મનુષ્યની ગતિને સારી ઉચ્ચગતિ-સદ્ગતિ કહી છે. સારી પુણ્ય પ્રકૃતિમાં લેવામાં આવી છે. અને તિર્યંચ અને નરકની ગતિને અશાતા-દુઃખ-વેદના પ્રધાન હોવાથી પાપપ્રકૃતિ તરીકે અશુભ ગણવામાં આવી છે. સ્વર્ગીય દેવગતિનાં સુખે : દેવગતિમાં સ્વર્ગના દેવતાઓને સુખ શાતાનું પ્રમાણ વધારે પ્રમાણમાં મળ્યું છે. યથેચ્છવિહાર કરી શકે છે. કાયા વક્રિય શક્તિથી બનેલી છે, ધાર્યા પ્રમાણે રૂપાદિનું પરિવર્તન કરી શકે છે. વૈકિય શરીર હોવાથી આહાર-નિહારની ખાવા-પીવા-વગેરે મળ-મૂત્રવિસર્જન આદિની તેમને કઈ પંચાત નથી. લેની શચ્યામાં આરામથી સુખ જોગવવું વગેરે ધન-સંપત્તિ, ઐશ્વર્ય– ભેગ-વિલાસની સાધન સામગ્રી, સદ્ધિ-સિદ્ધિ અમાપ-ગજબની હેય છે. હમેશા 16 વર્ષના રાજકુમાર જેવા યુવાન લાગતા હોય છે. આયુષ્ય લાંબુ સારું હોય છે. વિષયભેગોજન્ય વૈષયિક સર્વત્ર નથી હતું. ( વિવાર ના કાનાત) દેહજન્ય વિષય