________________ 355 પણ ન કરવું. નહીંતર એ તપ મદના કારણે નીચગેત્રકમ પણ બંધાઈ જાય અને પછી તપ થાય જ નહીં (8) શ્રતમદ-આ છે શ્રતમદ. જ્ઞાનનું અભિમાન–વધુ ભણેલાએ જ્ઞાન-શ્રુતનું અભિમાન પણ ન કરવું. સ્થલિભદ્ર મુનિએ સિંહનું રૂપ કરીને બહેનને બતાવ્યું. અને એણ, વેણુ, રેણુ વગેરે સ્થૂલિભદ્ર મુનિની બહેને ભદ્રબાહુ સૂરિની આજ્ઞાથી વંદન કરવા આવી. ત્યાં તે સ્થૂલિભદ્ર મુનિએ સિંહનું રૂપ કર્યું. બહેને તે જોઈને જ ગભરાઈ ગઈ ડરીને પાછી ગઈ. ભદ્રબાહુ સૂરિને કહેવાથી પાછી ગઈ. વંદન કર્યા....પરંતુ ભદ્રબાહુસૂરિ સ્યુલિભદ્રમુનિને આ શ્રુતમદ-અભિમાન જાણીને આશ્ચર્ય પામ્યા. ‘આવા દશપૂર્વી જેવા મુનિ પણ જે ગંભીર ન બને અને અભિમાન કરે..અરે રે..! આ કે અવસર્પિણીકાળનો પ્રભાવ છે ?' –એમ વિચાર કરી પડતા કાળની અસર જોઈ ને શ્રુતમદ કરનારા મુનિ સ્થૂલિભદ્રને આગળના પૂર્વે ન શિખવાડયાં. પછી સંઘના આગ્રહથી શેષ ચાર પૂ સૂત્રથી આપ્યાં, પણ અર્થથી ન આપ્યાં... આ છે શ્રતમદનું પરિણામ रूपलाभकुलविक्रमविद्याश्रीतपोवितरणप्रभुताथैः / किं मद वहसि वेत्ति न मूढानन्तरा : स्म भृशलाघवदुःखम् // –અધ્યાત્મકલ્પદ્રુમમાં મુનિ સુંદરસૂરિ મહારાજ જણાવે છે કે હે જીવ! અનન્તીવાર આવા અભિમાન-મદ કરીને તે લઘુતાહીનતાનાં ઘણાં દુઃખ સહન કર્યા છે તે પછી હવે શા માટે આ રૂપ–લાભાદિનું અભિમાન કરે છે? भमइ अणतं कालं, तम्हाओ मए विवजिजा // –આ મદના કારણે અનન્ત કાળ સંસારમાં ભટકવું પડે છે, માટે તેને ત્યાગ કરે જ શ્રેષ્ઠ છે.