________________ 353 સિકંદર જેવા સમ્રાટને પણ મૃત્યુને શરણે થઈને ખાલી હાથે જવું પડયું. યુદ્ધ છેડનાર કાકાને તેના ભત્રીજા ભેજકુમારે ચિઠ્ઠીમાં લખીને સમાચાર મેકલ્યા. “માંધાતા જેવા મોટા મહારથી રાજાઓ પણ ખાલી હાથે ચાલ્યા ગયા તેમની સાથે તે પૃથ્વી ગઈ નથી અને મને લાગે છે કે તમારી સાથે તે પૃથ્વી ચક્કસ આવશે. તમે તે પૃથ્વી જરૂરી સાથે લઈ જશે. માટે જ આટલી પૃથ્વી તમારી પાસે હોવા છતાં પણ મારી પૃથ્વીને પડાવવા તમે યુદ્ધ ચઢ્યા છો?” બસ, આટલા શબ્દોથી કાકાની આંખ ઊઘડી ગઈ અને યુદ્ધ બંધ કર્યું. આટલી વાતમાં આંખ ખોલનાર મદ અને નશે ઉતારનાર ઘણું મોટું રહસ્ય હતું. (6) રૂપમદ-મળેલી પદ્ગલિક કાયાને થોડુંક ગેરું રૂપ મળે એટલે ઘને અભિમાન જાગે છે. એ તે વર્ણ નામકર્મને શુભ-અશુભ ભેદ પ્રમાણે જેને સારું ખરાબ રૂપ મળે છે, તેમાં વળી અભિમાન કરવાની જરૂર શું? અને મળ-મૂત્રની અશુચિથી ભરેલી કાયા ઉપર વળી અભિમાન કરવાનું હોય જ શેનું? આપણે પૂર્વે સનત્ કુમારની કથા જોઈ ગયા છીએ. સનત કુમારે પિતાના રૂપનું અભિમાન કેવું કર્યું હતું? પિતાનું રૂપ દેવતાઓને બતાવવામાં , એણે કેટલે મદ કર્યો. પરંતુ દેવતાઓએ રાજ્યસિંહાસને બેઠેલા સનની પ્રશંસા ન કરી, રૂપને ન વખાણું, વખાણવાળાના બદલે વખેડયું, એટલે સનની આંખ ખૂલી. તેણે 6 ખંડને રાજવૈભવ તજી દીધે, દીક્ષા લીધી. સનત ચક્રવતી સનત મુનિ બન્યા. તપ-ત્યાગ અને વૈરાગ્યના ભાવમાં કાયાની શુશ્રુષા અને મેહ તજી દઈ દેહભાવરહિત બન્યા. ઘણું રેગો ઉત્પન્ન થયા છતાં પણ સમતાભાવે સહન કર્યા. પિતાની પાસે રેગનિવારક શક્તિ તે ગજબની હતી. લૂંક