________________ 29 જશે...કારણ કે તમારા શરીરમાં સાત મેટા રંગે ઉત્પન્ન થયા છે. એટલે મુખનું પાન-રસ પણ વિષ જેવું બની ગયું છે. આ સાંભળી ચકી આશ્ચર્ય પામ્યા. “અરે! તમે શી રીતે જાણું?” દેવતાઓ–અવધિજ્ઞાનથી.” - સનકુમારચકી વિચારે ચઢ્યા. અહિ ! આ દેહ અનિત્ય છે. આ રૂપ પણ ક્ષણજીવી છે. કાયા તે માટીમાં જ મળવાની છે, અગ્નિમાં બળીને રાખ થવાની છે. આવી કાયાની માયા તે છોડવી જ સારી. એમ વિચારી–ચિતન કરી આત્માને વૈરાગ્યમાન બનાવ્યો. અને 6 ખંડ-રાજપાટ, વૈભવ-ધનસંપત્તિ, સ્ત્રીરત્ન આદિ સર્વ અંત:પુરને પરિવાર વગેરે તજ-છેડીને સંયમ સ્વીકારે છે. ચારિત્રજીવનમાં આવેલા ચક્રી સનત હવે મુનિ સનત બન્યા. વૈરાગ્યભાવથી દેહભાવ-દેહરાગને એકઠા કર્યો. અનાદિ-અનન્તકાળથી જીવને દેહરાગ-દેહભાવની ટેવ પડી છે, તે કાઢવી જ પડશે. દેહભાવ ગયા વિના આત્મા સાચી સ્વભાવદશામાં આવી શકે તેમ નથી. - સનત મુનિ છઠના પારણે આયંબિલ, અને આયંબિલ ઉપર ફરી છઠ, એમ તપશ્ચર્યા કરવા લાગ્યા. અનેક ભારે મેટા રોગો હેવા છતાં પણ ઔષધ આદિની ચિંતા કર્યા વગર તપશ્ચર્યામાં મગ્ન રહેવા લાગ્યા. બને દેવતાઓ ફરી આવ્યા. વૈદ્યનું રૂપ લઈને આવ્યા. વિનંતિ કરી–“હે મુનિ! તમારું શરીર ઘણા રોગોથી ઘેરાઈ ગયું છે. તમે પિડાઈ રહ્યા છે, દુઃખી થતા હશે. કહે તે અમે તમારી સેવા-સુશ્રુષા કરી રોગમુક્ત કરીએ. સનત્ મુનિએ કહ્યું “અરે ! દેહ તે અનિત્ય છે, નશ્વર છે, એને શું વધારે પંપાળ દેહગ તે કાઢો સહેલો છે, પરંતુ