________________ 297 એમાં આટલું શેક-દુઃખ શું કરે છે? અંતે તે અગ્નિમાં બળી રાખ જ થવાની છે ને?! અને વૃદ્ધાવસ્થામાં આ જ રૂપ કેવું લાગશે? વૈરાગ્યાત્મક શબ્દોથી ભરતજીને સુંદરીએ ખૂબ સમજાવ્યા. છેવટે લેકે પાસેથી રાજપુરૂષ પાસેથી ભરતે જાણ્યું કે સુંદરી તે દેહના રાગ ઉતારવા, કાયાની માયા છોડવા આટલી દીર્ઘ આયંબિલની તપશ્ચર્યા કરી રહી છે. અંતે મર્મ સમજીને ભરતજીએ સુંદરીને દિક્ષા લેવાની અનુમતિ આપી. અદ્ભુત રૂપ-સૌંદર્યને મેહ તજી સુંદરી ચારિત્રધર્મ અંગીકાર કરી...તપશ્ચર્યાથી નિર્જરા સાધી મેક્ષ પ્રાપ્ત કર્યો ધન્ય એ સુંદરી સ્ત્રીરત્નને કે કાયાની માયા, દેહનું મમત્વ, દેહ રાગ તજ અને મેક્ષ સાધી સદા માટે અરૂપી-નિરંજનનિરાકાર બન્યાં. શરીરના રૂપ-રંગ-ગંધ-સ્પર્શાદિ પૂર્વકૃત કર્માનુસારે પ્રાપ્ત થાય છે. એકેન્દ્રિય એવા પુષ્પને કેટલા રંગ હોય છે. લાલ, લીલા, પીળા, સફેદ અને દરેક રંગની જાતનાં ગુલાબનાં ફૂલ આવે છે. એનાથી જ ગુલાબની કેટલી જાતે છે તે જણાય છે. વિવિધરંગ સાથે પણ હોય છે. મેરને તેમ જ રંગીન ચકલી વગેરેને એક સાથે કેટલા વિવિધ રંગે હોય છે ! મનુષ્યના શરીરમાં પણ બધા રંગે છે. માથાના વાળ અને આંખની કીકી કાળી હોય છે. અંદર હાડકાં સફેદ, લેહી લાલ, કેટલીક ન લીલી, ચામડી–ગેરી-કાળી વગેરે રંગે હોય છે. આજે તે માત્ર રૂપને સંસાર છે. બસ, રૂપ ગમ્યું એટલે વ્યક્તિ ગમી, પછી ભલે ગમે તે થાય. આજે વધુ પ્રમાણે રૂપજીવી બનવા પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ “રૂપજીવી” એટલે પિતાના રૂપ વડે જીવનારી, રૂપ દેખાડી આજીવિકા ચલાવનારી. તે તે વેશ્યા કહેવાય. કારણ કે વેશ્યા તે પિતાનું રૂપ સજી, બીજાને રૂપ દેખાડી મેહ પમાડી, કાય-વ્યપારથી પસે કમાય