________________ 247 તે મહાપાતક બાંધવા જેવું છે. તેના ઉદયે કષ્ટ થાય, ભયંકર અંતરાયકર્મ બંધાતા જીવને ભેગવવું બહુ જ ભારે પડે છે. રાજાએ 18 ઘડી પછી રસ્સીનાં બંધન છોડી દીધાં અને મુનિને મુક્ત કરીને ચાલ્યા ગયા. પરન્તુ 18 ઘડી બાંધી રાખવાથી રાજાએ ભયંકર અંતરાય કર્મ બાંધ્યું જેથી 18 વર્ષ સુધી એ કર્મ રડી રડીને ભટકી ભટકીને ભેગવવું પડ્યું. સાચું જ કહ્યું છે કે “હસતાં તે બાંધ્યાં કર્મ, રેતાં નવિ છૂટે રે પ્રાણિયા...” હસતાં-હસતાં, મશ્કરી. રમત વગેરેમાં પણ જીવ જે ચીકણું કર્મો બાંધી દે છે તે રડતાં-રડતાં પણ નથી છૂટતાં... માટે જ્ઞાની ભગવંતે કહે છે કે-બંધ સમય ચિત્ત ચેતીએ, ઉદયે કે સંતાપ રે... હે જીવ! કર્મ બાંધતી સમયે જ ચેતવું જોઈએ...બાંધતી વખતે જે સાવધાન રહીએ તે બચી જવાય... ઉદય વખતે રડવાથી શું ફાયદે..? હવે કંઈ જ ન વળે, હવે તે ભેગવે જ છૂટકો. લાખ લાખ્ખા ત મોવલ્લો રથ " –શ્રી ઉત્તરાધ્યયનના ચોથા અધ્યયનમાં ભગવંતે કહ્યું કે કરેલા નિકાચિત ચીકણું કર્મને મેક્ષ (ક્ષય) નથી. તે તે ભેગવે જ છૂટે. 18 ઘડીનાં 18 વર્ષ થયાં :- | મુનિને ધ્યાનમાં અંતરાય કરી 18 ઘડી સુધી બાંધી રાખી તીવ્ર અંતરાયકર્મ બાંધનાર રાજા શક્તિસિંહ મરીને શ્રાવસ્તીનગરીમાં રાજા વાસેનના પુત્ર ભીમસેન થયા. યૌવનવયમાં પ્રજાનું ધનહરણ, લેકની સ્ત્રીઓનું અપહરણ વગેરે કરવાને કારણે રાજાએ રાજકુમારને જેલમાં નાંખે. પરંતુ કેદમાંથી છૂટી તેણે માતા-પિતાને મારી નખાવ્યા અને સ્વયં રાજા બની બેઠે... પરંતુ ચેરી જુગાર શિકાર