________________ ર૪૨ લાભારાયકર્મ: ઈષ્ટ વસ્તુ સામે પ્રત્યક્ષ હોવા છતાં પણ લાભ ગ્ય પદાર્થ પામી ન શકે. મળે નહીં તે “લાભાન્તરાયકર્મને ઉદય કહેવાય. ધન-વ્યવસાય-વ્યાપાર માટે નોકરી-ધંધા માટે દેશ-પરદેશ ભટકે, છતાં પણ ન મળે, પરદેશ વર્ષો સુધી ભટકીને આવે છતાં પણ કંઈ જ ન મળે, પારકી સેવા-ચાકરી-કરી ઘણું કરે છતાં પણ એક પૈસે ય ન મળે–ધાર્યો લાભ ન થાય, કઈ પણ વસ્તુમાં સામે હોવા છતાં ઈચ્છા પૂરી ન થાય તે લાભાન્તરાયકર્મને ઉદય છે. પૂર્વે કોઈને થતા લાભાદિમાં વિવિધ પ્રકારનાં વિદને કરીને બાંધેલાં લાભાન્તરાયકર્મને કારણે આ જન્મમાં એવાં જ ફળ ભેગવવાં પડે છે. મેઢે દેખાતે કેળિયે પણ હાથમાંથી ચાલ્યા જાય. ઘર આંગણે આવેલે ગ્રાહક પણ ચાલ્યા જાય. હાથમાં આવેલા લાભ પણ ચાલ્યા જાય. એક માર્કેટમાં એક જ સરખી, એક જ મીલને માલ રાખનારી, અને એક જ ભાવે વેચનારી સેંકડે દુકાને હોવા છતાં પણ ઘણું કમાય છે, અને કેટલાક ગુમાવે પણ છે, નુકશાન પણ કરે છે અને પાટી ઊઠી પણ જાય છે. આ તે અંતરાયકર્મના નાટક ખૂબ જોવા મળે છે. રેજના ર આનાની કમાણી જેમ પુણિયે શ્રાવક રે, સંતેષ ભાવ ધરે ! નિત્ય જિનવર પૂજી રે, ફૂલના પગર ભરે છે અંતરાયકર્મની પૂજાની ઢાળમાં જણાવતાં શ્રી શુભવીર મહારાજ જણાવે છે કે પૂર્વજન્મમાં બાંધેલ લાભાન્તરાય કર્મના ઉદયના કારણે પુણિયે શ્રાવક રેજ રૂની પણ વેચીને માત્ર ૧રા દેકડા (એટલે ફક્ત 2 આના જ) જ કમાતે હતે. વધારે કમાણી થતી જ નહીં, પરંતુ શાસ્ત્રકાર ભગવંત જણાવે છે કે