________________ 233 દ્વેષ જાગે. અને વૈભાર પર્વત ઉપર ચઢીને નગર ઉપર મોટી શિલા પાડીને બધાને મારી નાખું એ વિચાર આવ્યો. પર્વત ઉપર ચઢ, મેટી શિલા જોઈ. અને તેને ગબડાવવા આગળથી માટી, રેતી, પથ્થરો વગેરે દૂર કરવા લાગ્યા, અને પછી ધક્કો મારીને શિલા ગબડાવી દઈશ. પરંતુ ધારવા કરતાં વિપરીત ઘણી વાર બનતું હોય છે, એ જ કર્મની વિચિત્રતા છે અને થયું એવું જ. શિલાને ગબડાવવા આગળથી રેતી-માટી–પથ્થર કાઢતાં શિલા એના ઉપર જ પડી. માટી ભારે શિલાની નીચે એ પોતે જ આવી ગયે. ચીસે પાડતાં જીવ ગયે. પરંતુ બધા નગરજનેને મારવાની ભયંકર લેગ્યામાં કચડાઈને મરતા બિચારે દ્રમક ભિખારી સાતમી નરકે ગયે. બીજાનું બગાડવા જતાં પોતાનું જ બગડ્યું. અંતરાયક— આપવું છે પણ નથી અપાતું, મેળવવું છે પણ નથી મળતું, ખાવું છે પણ નથી ખવાતું, પહેરવું છે પણ નથી પહેરાતું, વાપરવું છે પણ નથી વપરાતું, દેહની શક્તિમાં પણ કરવું છે પણ નથી કરાતું, આવા અનેક કારણોના જવાબમાં એક જ કારણ છે–એક માત્ર ઉત્તર છે-“અંતરાય કર્મ” આત્માની અનંત શક્તિને અવરોધક તે અંતરાયકર્મ. सिरि हरिअसमं एअं, जह पडिकूलेण तेण रायाई / न कुणइ दाणाइअं, एवं विग्धेण जीवो वि // જિમ રાજા રીઝયો થકી, દેતા દાન અપાર ભંડારી ખીજે થકે, વારતો તેણુવાર છે તિમ એ કર્મ ઉદય થકી, સંસારી કહેવાય ! ધર્મ કર્મ સાધન ભણી, વિન કરે અપાર !