SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ 231 સંસારના વ્યવહારમાં : અનંત શક્તિશાળી–અનંતજ્ઞાનાદિ ગુણવાળે એ આત્મા કર્મસત્તાની થપેડ ખાતે આજે સંસારમાં ભટકી રહ્યો છે. સંસારમાં જીવ દેહધારી છે. શરીર તે એને રહેવા માટેનું મૂળભૂત આધારસ્થાન છે. સંસારમાં કદાપિ જીવ દેહવિના રહેતું જ નથી. દેહાતીત અવસ્થા તે મોક્ષમાં જ છે. | જીવ શરીરધારી છે એટલે શરીરની પાછળ તે ઘણી જરૂરિયાત ઊભી થઈ જાય છે. શરીરના માટે સાધન સામગ્રીઓની જરૂર પડે છે. તે માટે કોઈની પાસે માંગવા-લેવા તે રોજિંદા જીવનમાં જવું પડે છે. દેહને ટકાવવા માટે આહારાદિની જરૂરિયાત તે રેજની રહે છે. અને દેહને શણગારવા, દેહની લાજ ઢાંકવા. દેહને શોભાવવા વસ્ત્ર-આભૂષણ આદિની જરૂરિયાત પણ છે. અને સંસારના વ્યવહારમાં નિર્બળનું કામ નહીં એટલે શારીરિક શક્તિ પણ જોઈએ છે. આ પ્રમાણે સંસારના વ્યવહારમાં રહેવા માટે પણ જીવને દાન-લાભ-ભેગ-ઉપભેગ-વીર્યની તે પૂરેપૂરી જરૂર પડે છે. પરંતુ શું બધાને જોઈતું મળી જાય છે ખરું? કેને કેટલું મળ્યું છે? બિચારા ગરીબને કેટલું મળ્યું છે? શું એને જરૂર નથી? જરૂર ન હોત તો તે માંગે શું કરવા..? અને શું માંગે છે તે મળી જાય છે? સંસારની વિચિત્રતા : સંસાર અનેક અજાયબીઓથી ભરેલું છે. પણ બધી અજાયબીઓમાં આત્માની પિતાની જ અજાયબી આશ્ચર્યકારી છે. બાકી જડની તે કંઈ નથી. ઘણું લોકો પાસે ઘણું છે, અઢળક ધન છે; પરંતુ આપવાને સ્વભાવ નથી. મનની ઉદારતા નથી મળી. પ મળવાથી દાતાદાનવીર નથી બનતું. દિલની ઉદારતાથી આપતા-આપતા ઉદાર
SR No.023540
Book TitleKarm Tani Gati Nyari
Original Sutra AuthorN/A
AuthorArunvijay
PublisherN M Vadi Gopipura Surat
Publication Year
Total Pages524
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy